બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / We will give benefits like Rajasthan to the government employees of Gujarat Rahul Gandhi tweeted 3 big promises

વચન / ગુજરાતના સરકારી કર્મચારીઓને રાજસ્થાન જેવો લાભ આપીશું, રાહુલ ગાંધીએ ટ્વીટ કરી આપ્યા 3 મોટા વાયદા

Kishor

Last Updated: 05:07 PM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધીએ ગુજરાતના સરકારી કર્મચારીઓને લઈ ટ્વીટ કર્યું છે. જેમાં સરકારીકર્મીઓ માટે 3 મોટા વાયદાઓ કર્યા છે.

  • ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધીનું ટ્વીટ 
  • ગુજરાતના સરકારી કર્મચારીઓને લઈ કર્યું ટ્વીટ 
  • સરકારીકર્મીઓ માટે 3 વાયદાઓ રાહુલ ગાંધીએ કર્યા 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગમે તે ઘડીએ જાહેર થઇ શકે છે. ત્યારે આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવા તમામ રાજકીય પક્ષો દિવસ-રાત એક કરીને કામગીરીમાં જોતરાયા છે. વધુમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સહીતના પક્ષો વચનોની લ્હાણી કરી મતદારોને રિઝવવા પ્રયાસો કરી રહ્યા છે.  તેવામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી 3 મોટા વાયદાઓ આપ્યા છે.

જૂની પેંશન યોજના લાગુ કરવાનું રાહુલ ગાંધીનુ વચન 
ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું. રાહુલ ગાંધીએ ગુજરાતના સરકારી કર્મચારીઓને લઈ ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે સરકારીકર્મીઓ માટે 3 મોટા વાયદાઓ કર્યા છે.  સરકારી નોકરીઑમાં કોન્ટ્રાક્ટકર્મીઓને કાયમી નોકરીની ગેરંટીનુ વચન આપવામાં આવ્યું છે. વધુમાં જૂની પેંશન યોજના લાગુ કરવાનો પણ રાહુલ ગાંધીએ વાયદો કર્યો છે. ઉપરાંત સરકારી કર્મચારીઓને સમયસર પ્રમોશનનો પણ વાયદો કરવામાં આવ્યો છે. વધુમાં રાજસ્થાન જેવો ગુજરાતના સરકારી કર્મચારીઓને લાભ આપશુ. તેવો રાહુલ ગાંધીએ ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે.

  
અગાઉ કોંગ્રેસ કરી હતી આ જાહેરાત 
ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલે અગાઉ જણાવ્યું હતું કે સરકાર બનશે તો કોંગ્રેસ શું કરશે તેના વચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, રાજ્યના તમામ નાગરિકોને રૂ. 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ કોંગ્રેસ આપશે. ખેડૂતોનું દેવું માફ કરાશે અને દિવસે વીજળી કોંગ્રેસ મફત આપશે. ઘરનું 300 યુનિટ વીજળી ફ્રી, ગેસનો સિલિન્ડર રૂ. 500માં કોંગ્રેસ આપશે. 10 લાખ લોકોને રોજગારી આપવામાં આવશે. વધુમાં ભાજપના રાજમાં વીજ કંપનીઓ દર ત્રણ મહિને યુનિટ દરમાં ભાવ વધારો કરી લૂંટ ચલાવી રહી છે, પરંતુ કોંગ્રેસની સરકાર બનતા જ અમે ગુજરાતની પ્રજાને 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપીશું અને વીજ કંપનીઓની લૂંટને અટકાવીશુ.

સિદ્ધાર્થ પટેલે કહ્યું કે,  10 લાખ લોકોને રોજગારી આપવામાં આવશે, કોંગ્રેસની સરકાર બેરોજગાર યુવાઓને રૂ. 3 હજાર માસિક ભથ્થું આપશે. કોંગ્રેસ પશુપાલકોને પ્રતિ લિટરે રૂ. 5ની સબસિડી આપશે. કોન્ટ્રાક્ટ પ્રથાને નાબૂદ કરવામાં આવશે. ગુજરાતની દીકરીઓ માટે કેજીથી પીજી સુધીનો અભ્યાસ કોંગ્રેસ ફ્રીમાં કરાવશે. કોરોનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારને કોંગ્રેસ રૂ. 4 લાખનું વળતર આપશે.
 

ચૂંટણી ટાણે વચનોની લ્હાણી
મ હત્વનું છે કે, આમ આદમી પાર્ટી દ્વારા પણ ગુજરાતને ફ્રીમાં વીજળી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ પણ જેમ આમ આદમી પાર્ટીએ પંજાબમાં ચૂંટણી પહેલા વાયદા કર્યા હતા તે પેટર્ન ગુજરાતમાં અનુસરી રહી હોય તેમ લાગી રહ્યું છે. મહત્વનું છે કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે જેને લઇને ગુજરાત કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગયુ છે. ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવા માટે વચનોની લ્હાણી તો કરી દીધી પરંતુ આવનારા સમયમાં જોવાનું એ રહેશે કે ગુજરાતની જનતા કોની પર પસંદગીનો કળશ ઢોળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ