2024 ની લોકસભાની ચૂંટણીમાં મમતાને વિપક્ષનો ચહેરો બનાવવાના કોંગ્રેસના ઈન્કાર બાદ સીએમ મમતા બેનરજી ભડક્યાં છે.
પહેલી વાર મમતા બેનરજીએ ભાજપની સાથે કોંગ્રેસ પર તાક્યું નિશાન
કહ્યું કોંગ્રેસ પણ ભાજપની સાથે મળેલી છે
2024 માં મમતાને વિપક્ષનો ચહેરો બનાવાની માગ કોંગ્રેસે ફગાવી દીધી
સીએમ મમતા બેનરજીએ ભાજપની સાથે સાથે કોંગ્રેસ પર નિશાન તાકતા જણાવ્યું કે કોંગ્રેસ પણ ભાજપની સાથે મળેલી પાર્ટી છે. મોદી અને ભાજપ સરકારની સામે વિપક્ષી એકતાનો પ્રયાસ કરી રહેલા મમતા બેનરજીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ભાજપ સાથે મળેલી છે. તેમણે કહ્ુયં કે કેન્દ્રની શાસક પાર્ટી દેશ વેચવામાં લાગેલી છે.
ભવાનીપુરથી પેટાચૂંટણી લડી રહેલા મમતા બેનરજીએ રવિવારે એક ચૂંટણી સભામાં જણાવ્યું કે હું સીપીએમ સાથે 30 વર્ષથી લડી. મેં કોંગ્રેસ પાર્ટી એટલા માટે છોડી દીધી કે તેની સીપીએમ સાથે મિલિભગત હતી જે હજુ પણ ચાલુ છે. કોંગ્રેસ પાર્ટી ભાજપની સાથે પણ મળેલી છે. અમે ભાજપને દેશની બહાર કરી દેવાનો વાયદો કર્યો છે.
દીદી કેમ ભડક્યા કોંગ્રેસ
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે ટીએમસીએ એવી માગ ઉઠાવી હતી કે રાહુલ ગાંધી પીએમ મોદીનો વિકલ્પ બન્યા નથી તેવી આવી સ્થિતિમાં પીએમ મોદીના વિકલ્પ તરીકે મમતા બેનરજીને રજૂ કરવા જોઈએ. ટીએમસીની આ માગ કોંગ્રેસે તત્કાળ ફગાવી દીધી હતી. આને કારણે મમતા દીદી કોંગ્રેસ પર ભડક્યા હતા.
ભાજપ દેશ વેચી રહી છે
મમતાએ ભાજપ પર દેશ વેચવાનો આરોપ લગાવતા કહ્યું કે તેઓ બંગાળમાં હારી ગયા તેમ છતાં પણ તેમને શરમ નથી. તેઓ એજન્સીઓ મોકલી રહ્યાં છે. વિચારી રહ્યાં છે કે તેમની સામે કોઈ નહીં બોલી શકે. તેમણે ગુજરાતને પણ આખુ બર્બાદ કરી નાખ્યું છે.