બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / We are in touch with the Indian authorities for Indians stranded in Kharkiv

BIG BREAKING / યુક્રેનમાં હુમલાઓ વચ્ચે રશિયાનું નિવેદન, કહ્યું ખારકીવમાં ફસાયેલા લોકો માટે ભારતના સંપર્કમાં...

Pravin

Last Updated: 02:34 PM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચે સતત સાતમાં દિવસે પણ જંગ ચાલું છે. રશિયા તમામ આક્રમણ કરીને યુક્રેનને ઘૂંટણીયે પાડવાની ફિરાકમાં બ્લાસ્ટ કરી રહ્યા છે. ત્યારે ત્યાં ફસાયેલા ભારતીયોને સહીસલામત પાછા સ્વદેશ લાવવા માટે ભારત સરકાર પર એક્શનમાં આવી છે.

  • રશિયા અને યુક્રેનના જંગનો આજે સાતમો દિવસ
  • રશિયા યુક્રેન તરફ વધુંને વધું આગળ વધી રહ્યું છે
  • ભારત સરકાર પર નાગરિકોને પાછા લાવવામાં એક્શનમાં આવી

રશિયા અને યુક્રેન વચ્ચે સતત સાતમાં દિવસે પણ જંગ ચાલું છે. રશિયા તમામ આક્રમણ કરીને યુક્રેનને ઘૂંટણીયે પાડવાની ફિરાકમાં બ્લાસ્ટ કરી રહ્યા છે. ત્યારે ત્યાં ફસાયેલા ભારતીયોને સહીસલામત પાછા સ્વદેશ લાવવા માટે ભારત સરકાર પર એક્શનમાં આવી છે. 

જેના માટે ભારત સરકારે ઓપરેશન ગંગા હેઠળ ભારતીયોને સ્વદેશ પાછા લાવી રહ્યા છે. તાજેતરમાં ભારતમાં આવેલા રશિયન રાજદૂતે જણાવ્યું હતું કે, અમે ખાર્કિવ અને પૂર્વ યુક્રેનના વિસ્તારમાં ફસાયેલા ભારતીયો માટે ભારત સરકારના સંપર્કમાં છીએ. અમને રશિયા દ્વારા ત્યાં અટવાયેલા તમામ લોકોને કટોકટીમાંથી બહાર કાઢવાની ભારતની વિનંતીઓ મળી છે. 

 

24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધનો આજે સાતમો દિવસ છે. આ સાત દિવસોમાં રશિયાએ યુક્રેન પર અવાર-નવાર અનેક મિસાઈલો છોડી છે. આ હુમલાઓથી યુક્રેન લગભગ તબાહ થઈ ગયું છે, પરંતુ હજુ પણ રશિયા કે યુક્રેન ઝૂકવા તૈયાર નથી. જો કે બેલારુસમાં બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી, પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ મળી શક્યો નહોતો. હાલમાં રશિયન સેનાએ યુક્રેનના અનેક સ્થળોએ વિસ્ફોટ કર્યા છે.

યુક્રેન લગભગ તબાહ થઈ ગયું છે. 

છેલ્લા સાત દિવસથી યુક્રેનમાં ચાલી રહેલા મિસાઈલ હુમલામાં હજારો લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. બીજી તરફ યુક્રેનમાં ઠંડી સમસ્યામાં વધારો કરી રહી છે. ખરેખર, યુક્રેનમાં હાલમાં તાપમાન માઈનસ 3 ડિગ્રી છે. યુક્રેનની સ્થિતિને જોતા મોટી સંખ્યામાં લોકો સ્થળાંતર કરી રહ્યા છે. અડધા મિલિયનથી વધુ લોકોએ EU દેશો અથવા અન્ય કોઈ દેશમાં આશ્રય લીધો છે. 

રશિયાએ યુક્રેનમાં ટીવી ટાવરને નિશાન બનાવાયું હતું

યુદ્ધ દરમિયાન ગઈકાલે મંગળવારે રશિયન સેનાએ રાજધાની કિવમાં મુખ્ય ટીવી ટાવરને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને ઘણી ટીવી ચેનલોનું પ્રસારણ પ્રભાવિત થયું છે. યુક્રેનના ગૃહમંત્રીએ આ માહિતી આપી છે.વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું કે, "રશિયન સેનાએ બેબનિયારમાં મેમોરિયલ કોમ્પ્લેક્સ પાસે ટીવી ટાવર પર હુમલો કર્યો. રશિયન ગુનેગારો તેમની બર્બરતાને અટકાવતા નથી. કિવમાં જ્યાં ટીવી ટાવર પર હુમલો થયો હતો ત્યાંથી ભારતીય દૂતાવાસ માત્ર દોઢ કિલોમીટર દૂર છે. હુમલા બાદ દૂતાવાસને ખાલી કરાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, તમામ ભારતીયોએ કિવ પણ છોડી દીધું છે કારણ કે રશિયન સેનાનો 65 કિલોમીટર લાંબો કાફલો રાજધાની તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે.

ખાર્કીવનો સિટી સ્ક્વેરનો વિસ્ફોટથી ઉડાવ્યું 
 
આ અગાઉ, ખાર્કિવની પ્રાંતીય સરકારના મુખ્યાલયમાં આવો જ વિસ્ફોટ થયો હતો. જેમાં 10 લોકો માર્યા ગયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઈમારત અને તેની આસપાસના વાહનો ઉડી ગયા હતા. તમને જણાવી દઈએ કે રશિયા આ હુમલાઓમાં કેલિબર ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ કરી રહ્યું છે. આ તે મિસાઇલો છે જે પાણી, જમીન, આકાશ ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે. 1500 થી 2500 કિમીની રેન્જ ધરાવતી આ મિસાઈલને અમેરિકાની ટોમ હોક ક્રૂઝ મિસાઈલ કરતા પણ વધુ ખતરનાક માનવામાં આવે છે. એ જ ટોમહોક ક્રુઝ મિસાઈલ જેણે 1991ના ગલ્ફ વોર અને અફઘાનિસ્તાન યુદ્ધ દરમિયાન યુદ્ધનો માર્ગ બદલી નાખ્યો હતો.

પીએમ મોદીની હાઈ લેવલની બેઠક

યૂક્રેનમાં ફસાયેલા ભારતીઓને લઇને પીએમ મોદીની આ 5મી હાઈ લેવલ બેઠક છે. આ દરમિયાન બેઠકમાં કેટલાક કેન્દ્રીય મંત્રી પણ હાજર રહ્યા. PM મોદીએ બેઠકમાં ઓપરેશન ગંગા સંબધિત માહિતી મેળવી છે. પીએમ મોદીએ સોમવારે પણ હાઈ લેવલ બેઠક કરી હતી, જેમાં તેમણે ભાર આપ્યો હતો કે ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમને તાત્કાલિક પર લાવવાની સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા છે.

ભારતે સોમવારે કહ્યું કે, યૂક્રેનમાં જમીની પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ અને જટિલ હોવા છતા યુદ્ધગ્રસ્ત દેશથી પોતાના તમામ નાગરિકોને લવાશે, તેવામાં ડરો નહીં, વિદેશ મંત્રાલયની ટીમ સાથે સંપર્ક કરો અને સીધા બોર્ડર પર ન આવો. ત્યાં મંગળવારે યૂક્રેનમાં ભારે ફાયરિંગ દરમિયાન એક ભારતીય વિદ્યાર્થીનું મોત થઇ ગયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ