બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / સાબુ કે ફેસવોશ વગર આ વસ્તુથી ધોવો ચેહરો, મળશે ગુલાબી નિખાર
Last Updated: 11:36 PM, 3 May 2026
ઉનાળામાં ગરમી અને તડકો ત્વચાની ભેજ તો છીનવે છે અને સાથે સ્કીનને ડલ અને નિર્જીવ પણ બનાવી દે છે. જેમાં સાબુ કે કેમિકલવાળા ફેસવોશનો ઉપયોગ કરવાથી ત્વચાના નેચરલ ઓઈલ છીનવાઈ જાય છે. જો તમે સલૂનમાં ગયા વગર ઘરે કાચ જેવી ત્વચા અને ગુલાબી ચમક મેળવવા માંગતા હોવ તો ચોખાનો લોટ અને દહીં રામબાણ ઈલાજ બની શકે છે. તે ત્વચાને ડીપલી સાફ કરે છે અને ટેનિંગ પણ દૂર કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
એક બાઉલમાં 2 ચમચી ચોખાનો લોટ લો અને તેને 1 થી 2 ચમચી તાજા દહીં સાથે મિક્સ કરીને જાડી પેસ્ટ બનાવો. તમે તેમાં ચપટી હળદર, ગુલાબજળ અને મધ પણ એડ કરી શકો છો. આ ત્રણેય ઘટકો ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે.
હવે તમારા ચહેરાને પાણીથી ધોઈને સૂકવી લો. પછી આ પેસ્ટને ગરદન અને ચહેરા પર લગાવો, હળવા હાથે માલિશ કરો. તેને લગભગ 15 થી 20 મિનિટ સુધી રહેવા દો જ્યાં સુધી તે થોડું સુકાઈ ન જાય.
ADVERTISEMENT
બાદમાં તમારા હાથને સહેજ ભીના કરો અને ગોળાકાર ગતિમાં સ્ક્રબ કરો. ત્યાર બાદ તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. બેસ્ટ રીઝલ્ટ લેવા માટે અઠવાડિયામાં બે વાર આ રીતનો ઉપયોગ કરો.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.