બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / Want to get relief from cold and cough in monsoon season? So avoid consuming these things from today

હેલ્થ ટિપ્સ / ચોમાસાની સિઝનમાં શરદી-ખાંસીથી મેળવવી છે રાહત? તો આજથી જ ટાળો આ વસ્તુઓનું સેવન

Megha

Last Updated: 05:08 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસામાં શરદી-ઉધરસની સમસ્યા થવા લાગે છે એવામાં આપણે અનેક પ્રકારની દવાઓનો પ્રયોગ કરીએ છીએ, પરંતુ આપણી ખાણી-પીણી પર ધ્યાન આપતા નથી.

  • ચોમાસામાં શરદી-ઉધરસની સમસ્યા થવા લાગે છે
  • વરસાદની સિઝનમાં ખાંસીથી મેળવો રાહત
  • ખાંસી થાય તો આ વસ્તુઓનું સેવન ન કરો

ચોમાસાની શરૂઆત થવાની સાથે જ તાપમાનમાં ઝડપથી પરિવર્તન આવવા લાગે છે. તેની સીધી અસર તમારાં સ્વાસ્થ્ય પર પડે છે. આ કારણે તમને શરદી-ઉધરસની સમસ્યા થવા લાગે છે. આપણે ખૂબ પરેશાન થઇ જઇએ છીએ. ઘણી વખત તો એવું પણ બને છે કે શરદી-ખાંસી જાણે આપણો પીછો છોડતી નથી. આપણે અનેક પ્રકારની દવાઓનો પ્રયોગ કરીએ છીએ, પરંતુ આપણી ખાણી-પીણી પર ધ્યાન આપતા નથી. આજે તમને જણાવીએ કે આવી સ્થિતિમાં કેવા પ્રકારનો ખોરાક ન ખાવો જોઇએ.

ખાંસી થાય તો આ વસ્તુઓનું સેવન ન કરો
ખાંસીનું મોટું કારણ સંક્રમણ હોય છે. આવા સંજોગોમાં આપણે તમામ દવાઓનું સેવન તો કરીએ છીએ, પરંતુ આપણી ખાણીપીણીનું ધ્યાન રાખતા નથી. કંઇ પણ ઠંડું કે ગરમ ખાવા પીવા લાગીએ છીએ. આમ કરવાથી આપણા ગળામાં કફનું પ્રમાણ વધી જાય છે. આપણે કેટલાક ફૂડથી બચવું જોઇએ.

દહીં
દહીંનુ સેવન આપણા આરોગ્ય માટે ફાયદાકારક છે, તેનાં સેવનથી ડાઇજેશન યોગ્ય રહે છે અને કબજિયાત કે ગેસની સમસ્યા થતી નથી, પરંતુ ખાંસી થાય ત્યારે દહીં ખાવાથી બચવું જોઇએ. તે કફને વધારી શકે છે, કેમકે દહીંની તાસીર ઠંડી હોય છે.

આઇસક્રીમ
આઇસક્રીમનો સ્વાદ કોને ન ગમે? પરંતુ જ્યારે ખાંસી થઇ હોય ત્યારે આઇસક્રીમથી દૂર રહેવું જોઇએ. જો આઇસક્રીમ ખાશો તો ખાંસીથી આરામ મેળવવાની વાત ભૂલી જ જજો. તો શરદી કે ખાંસીમાં આઇસક્રીમના સેવનથી બચજો

કોલ્ડ ડ્રિંક્સ
શહેરથી લઇને ગામ સુધી દરેક વ્યક્તિ કોલ્ડ ડ્રિંક્સ પીવાના શોખીન હોય છે. જો તમે કોલ્ડ ડ્રિંક્સ ન છોડી શકતા હો તો જ્યારે તમને ખાંસીની સમસ્યા થાય ત્યારે કેટલાય દિવસો સુધી ઠીક નહીં થઇ શકે. જ્યારે શરદી કે ઉધરસ થાય ત્યારે આવા પ્રકારના પીણાંનું સેવન ન કરવું જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ