ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Vtv Exclusive Why naliya coldest place in Gujarat

હવામાન / ગુજરાતમાં નલિયામાં કેમ પડે છે સૌથી વધારે ઠંડી? જાણો

Published By: Gayatri

Last Updated: 08:50 AM, 10 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્યપણે શિયાળામાં ઉત્તર ભારતના વિસ્તારમાં ઠંડી બહુ પડે છે. ગુજરાતમાં એક ચોક્કસ પ્રમાણની આજુબાજુ ઠંડુ વાતાવરણ હોય છે પણ આપણા ગુજરાતના જ કચ્છના નલિયામાં સમગ્ર ગુજરાત કરતા વધું ઠંડી કેમ પડે છે? કચ્છનો ભૌગોલિક વિસ્તાર બીજા જિલ્લા કરતા અલગ હોવાથી ઠંડી અને ગરમી કે ધૂમમ્સ વધુ જોવા મળે છે. કચ્છના હવામાનમાં તરત બદલાવ આવે છે.

ADVERTISEMENT

  • કચ્છ ગુજરાતનો ચોથા ભાગનો વિસ્તાર ધરાવે છે
  • નલિયામાં કેમ સૌથી વધુ ઠંડી પડે છે 
  • રણને કારણે પણ હવામાનમાં બદલાવ જોવા મળે છે

રાજ્યમાં ઠંડીના ઈતિહાસની સૌથી કાતિલ ઠંડી પણ નલિયાના નામે જ નોંધાયેલી છે. આજથી ઠીક 8 વર્ષ પહેલા વર્ષ પહેલા એટલે કે,-2012ની 1 જાન્યુઆરીએ નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. 2012ની 1 જાન્યુઆરીએ  3.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચોંકવાનારી વાત એ છે કે, એ તાપમાન મધરાતના બદલે સવારના આઠ વાગ્યા આસપાસનું હતું. એનાથી પણ થોડા દૂરના ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 1964માં 11મી ડિસેમ્બરે નલિયામાં 0.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એ તાપમાન નલિયાના ઈતિહાસમાં સૌથી  ઓછું તાપમાન તરીકે નોંધાયેલું છે. 

કચ્છ ગુજરાતનો ચોથા ભાગનો વિસ્તાર ધરાવે છે

ક્ચ્છ ગુજરાતના ચોથા ભાગ ધરાવતો વિસ્તાર છે એટલેકે 45 652 સ્કેવર કિલોમીટરમાં પથરાયેલો છે જે ભારતના સાત રાજ્યો કરતા ક્ચ્છ મોટું છે કચ્છની વિશિષ્ટતા એ છે નાનું અને મોટું રણ ધરાવે છે ઉપરાંત બન્નીનું ઘાસીયું મેદાન જેનો પ્રદેશ ક્ચ્છ વધારે મોટો એટલેકે 30 હજાર સ્કવેર કિલોમીટર માં છે.

ઉત્તરની હિમવર્ષાની સીધી અસર થાય છે

આ પ્રદેશ એકદમ ખુલ્લો છે જે ઉત્તર દિશામાં આવેલો છે એટલે જમ્મુ કાશ્મીરમાં અને હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્નને લીધે થતી હિમવર્ષા ની સીધી અસર જોવા મળે છે ઉત્તર દિશાના પવનો રણ વિસ્તારને વધારે અસર  કરે છે જલ્દી ઠંડી પકડી લે છે રણ વિસ્તાર ખલ્લો હોવાથી પવન વધારે ઠંડા ફૂંકાય છે. એટલે ક્ચ્છ વિસ્તારમાં વધારે ઠંડી અનુભવાય છે. આ ઉપરાંત નલિયાનો વિસ્તાર કચ્છનો વધારે ખુલ્લો વિસ્તાર છે અને ત્યાં ભૌગોલિક વિસ્તાર કચ્છમાં પણ અલગ પડે છે. નલિયામાં રાજ્યનું વધારે ઠંડીનું તાપમાન નિચે જાય છે.

ઉનાળામાં ગરમી પણ વધુ પડે છે

એટલુંજ નહીં ક્ચ્છ રણ વિસ્તાર હોવાથી ઉનાળામાં પણ વધારે ગરમી કચ્છમાં અનુભવાય છે. આમ ગરમી હોયકે ઠંડી કચ્છમાં તેની તાપમાન રાજ્યમાં સૌથી વધારે રહેતું હોય છે. એટલે કચ્છનું વાતાવરણ બહુજ અલગ જોવા મળી રહ્યું છે.

રણને કારણે પણ હવામાનમાં બદલાવ જોવા મળે છે

હિન્દુકુશ પર્વતમાળા માંથી અતિશય ઠંડા અને સૂકા પવનોનો દક્ષિણ તરફ પ્રવાહ આવે છે.માર્ગ માં ક્યાં તેમને માટે અડચણ બની ને રોકી શકે તેવી પર્વતમાળા નથી.તેથી તે પ્રવાહ છેક ભારતના કચ્છ સુધી પહોંચે છે.જેને કારણે ખંભાતના અખાત ની  નજીક નલિયા તેમજ આજુબાજુના રણ વિસ્તાર ના ગામો માં ઠંડી કેર વર્તાવે છે,પછી ભલે ને તે વિસ્તાર દરિયાકાંઠાથી નજીક નો હોય. પણ શિયાળા માં વાતાવરણ અન્ય દરિયાકાંઠાના વિસ્તારોની માફક શિયાળામાં થોડું હૂંફાળું રહેવાને બદલે વધુ કાતિલ ઠંડુ બને છે.
    
નલિયામાં ગોઠવાયું છે થર્મોમીટર    

સમાચાર અને દૈનિકોમાં નલિયા નું જ તાપમાન સહુ થી નીચું રહે છે તેમ બતાવવામાં આવે છે પરંતુ ખરેખર તાપમાન માપતું થર્મોમીટર નલિયા માં જ ગોઠવેલું છે આજુબાજુ ના વિસ્તારો માં થર્મોમીટર ગોઠવાયેલ નથી. જેથી આપણને નલિયાનું જ તાપમાન મળે છે. અન્ય વિસ્તારોનું નહી. માટે શક્ય છે આજુબાજુ ના અન્ય વિસ્તારોમાં હજુ પણ નલિયા કરતા પણ તાપમાન હજુ પણ નીચું હોઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Naliya Vtv Exclusive Winter cold ઠંડી તાપમાન થર્મોમિટર નલિયા શિયાળો Vtv Exclusive

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ