ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vtv Exclusive dang boy talk to bird kabar
ADVERTISEMENT
ADVERTISEMENT
ડાંગ જિલ્લાના લહાનચર્યા ગામનાં પ્રકૃતિપ્રેમી વિદ્યાર્થીના ઘરે નાનપણથી કાબર આવતી હોવાથી બન્ને વચ્ચે મિત્રતાનાં સંબધો બધાંયા છે. કાબર બોલે તે સૌ કોઈને નવાઈ લાગે પરંતુ લહાનચર્યા ગામે વસવાટ કરતી શરૂ નામની કાબર બોલે છે ગામનાં દરેક લોકો જોડે વાતો કરે છે ખાસ કરીને નાના બાળકો અને શાળાનાં વિદ્યાર્થીઓ જોડે આ કાબર મિત્રની જેમ વાતો કરે છે.
ADVERTISEMENT
અજિતનો પરિવાર પણ આ કાબરને પોતાના પરિવાર ગણીને રાખે છે દેખરેખ
ADVERTISEMENT
લહાનચર્યા ગામેં આવેલ અજિત જોડે આ કાબરનાં નાનપણથી સંબધ છે. કાબર જ્યારે નાની હતી ત્યારથી અજિત ની મિત્ર બની ગઈ છે. અજિત અને આ કાબર વચ્ચે મિત્રતાનાં સંબધો બધાંય છે. અજિતે કાબરનું નામ શરૂ રાખ્યું છે. કાબરને ડાંગની સ્થાનિક ભાષામાં શાળોકી તરીકે ઓળખવામાં આવે છે જેને ટૂંકમાં લહાનચર્યા ગામનાં લોકો શરૂ તરીકે ઓળખાવે છે અજિત એકલતા આ કાબર જોડે અલકમલકની વાતો કરતો હોય છે અને કાબર પણ જાણે પોતાના સુખદુઃખ ની વાતો કરતી હોય એમ આ વિદ્યાર્થી જોડે ભળી જઇ વાતો કરવા લાગે છે. અજિત નાં ઘરે રોજ સવાર અને સાંજના સમયે કાબર દાણા ચણવા માટે આવતી હોય છે. અને અજિતનો પરિવાર પણ આ કાબરને પોતાના પરિવાર નો જ સભ્ય ગણી ને તેની દેખરેખ રાખે છે.
કાબર પણ કોઈ ખલેલ પહોંચાડયા વિના પોતાની મેળે આવ જા કરતી હોય છે
ADVERTISEMENT
અજિત ન હોય ત્યારે તેના મિત્ર રવિ સાથે પણ એટલીજ સહજતાથી કાબર વાતો કરે છે. રવિ શાળામાં જતાં આ કાબર પણ વર્ગખંડમાં બેસતી હોય છે. અહીં પ્રકૃતિ પ્રેમી શાળાનાં બાળકો અને શિક્ષકો પણ કાબર ને આવકારે છે. કાબર ચાલું વર્ગખંડમાં પણ વિદ્યાર્થીઓ જોડે આવી જતી હોય છે. છેલ્લા ત્રણ અઠવાડિયા થી શાળાના બાળકો અને શિક્ષકોનો આ કાબર જોડે સુમેળભર્યો સંબધ બંધાયો છે. જેનાં કારણે શાળામાં આવતી કાબર પણ કોઈ ખલેલ પહોંચાડયા વિના પોતાની મેળે આવ જા કરતી હોય છે.
પોતાની મરજી મુજબ ગામમાં ફર્યા કરે છે
ADVERTISEMENT
શાળાનાં કર્મચારી સોમાભાઈના જણાવ્યા મુજબ નાનપણથી ગામનાં એક મિત્ર દ્વારા આ કાબરની દેખરેખ રાખવામાં આવી હતી જે બાદ આ કાબરનાં માણસ જોડે સારા સંબંધો બધાંતા આ કાબર તેઓની મિત્ર બની ગઈ છે. આ કાબર જાણે માણસની જેમ બોલતી હોય તેમ દરેક વસ્તુઓ વિશે બોલે છે. એને કાઈ જોઈતું હોય તો એ પણ તેઓને જણાવે છે. આ કાબર મોટાભાગે સવારનાં સમયે અજિતનાં ઘરે આવતી હોય છે. ત્યારબાદ સવારનાં 8 થી 10 વાગ્યાં સુધી શાળામાં હોય છે. જે બાદ કાબર જંગલ અને ગામમાં ફરે છે. લહાનચર્યા ગામનાં દરેક લોકોને જાણે આ કાબર જાણતી હોય તેમ દરેકનાં ઘરે જતી હોય છે. કાબરનું કોઈ ચોક્કસ ઠેકાણું નથી. ખુલ્લાં આકાશ માં ઉડતું આ પક્ષી માનવ જાતિમાં ભળી ગયું છે. જે જંગલ, ગામ અને શાળામાં ફર્યા કરે છે. ગામ લોકો જોડે ખેતરમાં પણ જાય છે. ગામ લોકો દ્વારા આ પક્ષીને કયારેય પકડવામાં નથી આવતું તે પોતાની મરજી મુજબ ગામમાં ફર્યા કરે છે.
પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસીનો પશુ પક્ષી સાથેનાં આ ઉત્તમ ઉદાહરણ
ADVERTISEMENT
ડાંગ નાં આદિવાસીઓ પ્રકૃતિ પૂજક પ્રકૃતિ માં વસનાર ડાંગ જિલ્લાનાં આદિવાસીઓનો પ્રકૃતિ સાથે વર્ષોથી સંબધ રહ્યો છે. અહીંના આદિવાસીઓ પ્રકૃતિની પુંજા કરતાં હોય છે. તેમનાં પ્રકૃતિ દેવોમાં વાઘ દેવ, સૂર્ય, ચદ્ર, મોર, નાગ દેવતાંનો સમાવેસ થાય છે. વર્ષોથી પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસીનો પશુ પક્ષી સાથેનાં આ ઉત્તમ ઉદાહરણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT