બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / VTV AJAB GAJAB VIDEO: Outsiders are not allowed in this village of Himachal Pradesh

VTV AJAB GAJAB / VIDEO: હિમાચલ પ્રદેશમાં આવેલ આ ગામમાં નથી મળતો બહારના વ્યક્તિઓને પ્રવેશ

Megha

Last Updated: 10:41 AM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં અલગ-અલગ જાતિ, ધર્મ અને વિવિધ ભાષાઓ બોલતા લોકો રહે છે, પરંતુ કાયદો બધા માટે સમાન છે. આપણા દેશમાં એવું ગામ છે જ્યાંના લોકો ભારતના બંધારણમાં નથી માનતા.

  • ભારતના આ ગામમાં બહારના વ્યક્તિઓને પ્રવેશ નથી મળતો. 
  • આ ગામમાં દેશનું સર્વોચ્ચ બંધારણ પણ લાગુ નથી પડતું. 
  • આ ગામ હિમાચલ પ્રદેશમાં કુલ્લુથી 45 કિલોમીટર દૂર આવેલું છે.

ભારતનું એક એવું ગામ, કે જેની પાસે પોતાની સંસદ છે અને દાવો તો એવો પણ છે કે અહીં રહેતા લોકો સિકંદરના વંશજ છે સાથે જ આ ગામમાં બહારના કોઈ વ્યક્તિને એન્ટ્રી પણ નથી!  વાત અહીં જ નથી અટકતી આ ગામમાં દેશનું સર્વોચ્ચ બંધારણ પણ લાગુ નથી પડતું. 

ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને આપણા દેશમાં અલગ-અલગ જાતિ, ધર્મ અને વિવિધ ભાષાઓ બોલતા લોકો રહે છે, પરંતુ કાયદો બધા માટે સમાન છે. આપણા દેશમાં એક એવું ગામ છે જ્યાંના લોકો ભારતના બંધારણમાં નથી માનતા. આ ગામનું પોતાનું બંધારણ છે અને અહીંના લોકોનું પોતાનું ન્યાયતંત્ર, કાર્યપાલિકા અને પોતાની સંસદ છે. 

આ ગામ હિમાચલ પ્રદેશમાં આવેલું છે.જેનું નામ છે મલાણા છે અને એ કુલ્લુથી 45 કિલોમીટર દૂર આવેલું છે. મલાણા ગામની પોતાની સંસદ છે, જેમાં બે ગૃહો છે - ઉપલા ગૃહમાં કુલ 11 સભ્યો છે, જેમાંથી ત્રણ કારદાર, ગુરુ અને પૂજારી છે, જેઓ કાયમી સભ્યો છે. બાકીના આઠ સભ્યોની પસંદગી ગામના લોકોના મતદાન દ્વારા કરવામાં આવે છે. નીચલા ગૃહમાં ગામના દરેક ઘરમાંથી એક સભ્ય પ્રતિનિધિ હોય છે. સાથે જ અહીં સંસદ ભવનના સ્વરૂપમાં એક ઐતિહાસિક ચૌપાલ છે, જ્યાં તમામ વિવાદોનો નિર્ણય લેવામાં આવે છે.

આ ગામમાં જ રહેતા લોકો પોતાને સિકંદરના વંશજ ગણાવે છે અને કહેવાય છે કે ગામના મંદિરમાં સિકંદરના જમાનાની તલવાર રાખવામાં આવી છે. મલાણામાં બહારથી આવતા લોકો ગામમાં રોકાઈ શકતા નથી પરંતુ તેમ છતાં પ્રવાસીઓ અહીં આવે છે અને ગામની બહાર ટેન્ટ બાંધીને રહે છે. એવું કહેવાય છે આ ગામની દિવાલોને પણ સ્પર્શ કરવાની મનાઈ છે અને અહીંના લોકો બહારના લોકો સાથે હાથ પણ મિલાવતા નથી. 

વધુ વાંચો: VIDEO: આ દેશમાં ન તો એરપોર્ટ છે કે ન તો પોતાની આર્મી, સુરક્ષા માટે બીજાના સૈનિકો ભાડે લે છે!

આ ગામ ચરસની ખેતી માટે વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે અને ગામની આસપાસ ગાંજો પણ સારી માત્રામાં ઉગાડવામાં આવે છે, જેને મલાના ક્રીમ કહેવામાં આવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ