બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / vrushti-Shivam case, both were found in the hills of northern India
ADVERTISEMENT
ઘણા સમયથી ચર્ચાસ્પદ બનેલા અને ગુમ થયેલા વૃષ્ટિ કોઠારી અને શિવમ મળી આવ્યા છે. તેઓ બંને અગાઉ નવરંગપુરાથી ગુમ થઇ ગયા હતાં. આ બંને ઉત્તરભારતના પહાડી વિસ્તારમાંથી મળી આવ્યાં છે. ક્રાઈમબ્રાંચે બંનેની શોધખોળ હાથધરી હતી. વૃષ્ટિ અને શિવમને અમદાવાદ લાવવામાં આવશે.
READ ALSO: હાઈપ્રોફાઈલ વૃષ્ટિ-શિવમ કેસમાં વળાંક, વૃષ્ટિએ મમ્મીને ઇ-મેઇલ કરી કહ્યું ‘મારી ચિંતા ના કરતાં ’
ADVERTISEMENT
અગાઉ વૃષ્ટિએ એની માતાને ઇ-મેઇલ કરી ખબર આપી હતી અને કહ્યું હતું કે ' હાય મોમ...તમને ચિંતામાં મુકવા માટે સૌથી પહેલાં હું તમારી માફી માગુ છું. તમને દુખ પહોંચાડવાનો મારો ઇરાદો ક્યારેય ન હતો. હું ફરી એકવાર માફી માગું છું. એવી કેટલીક વસ્તુ છે. જેનાં કારણે હું તમારી સાથે જીવી ન શકું. એટલે મારે જવું જ પડે. મને ઘણાં અનુભવો થયાં જે હું તમારી સાથે વર્ણાવવાં માંગતી હતી, પણ હું તે વાતને યોગ્ય ન્યાય ન આપી શકી. આ બધા અનુભવોએ મને આગળનાં નિર્ણય લેવા માટે મજબુર કરી.

ADVERTISEMENT
આગળ એને જણાવ્યું હતું કે હું તમને મેઇલ કરી રહી કહ્યું છું કે હું એકદમ મજામાં છું. મેં નોકરી મેળવી લીધી છે, અને પપ્પા મારા દરેક કદમમાં સાથે છે. હું તમને ખુબ પ્રેમ કરુ છું. માં. ઘર છોડીને મેં તને ભારે દુ:ખ પહોંચાડ્યું છે, પણ મને આશા છે કે એક દિવસ તું મને સમજી શકીશ. મારી કોઇ ચિંતા કરશો નહીં, હું ખુશ છું.
READ ALSO: હાઇપ્રોફાઇલ વૃષ્ટિ- શિવમ કેસમાં નવો વળાંક પરિવારે કહ્યું આ ઇ- મેઈલ વૃષ્ટિએ નથી કર્યો
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે વૃષ્ટિ ગુમ થઇ ત્યારબાદ સોશ્યલ મીડિયા પર હાહાકાર મચી ગયો અને તેને શોધવા માટે ફિલ્મ અભિનેત્રી સોહા અલી ખાને લોકોને અપીલ કરી હતી. ત્યારબાદથી મીડિયા અને પોલીસ તંત્રજ દોડતું થઇ ગયું હતુ. નવરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મોકલી તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ત્યારે તે લોકોની કોઇ ભાળ મળી નહતી. અંતે આજે તેઓ વરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મોકલી તેમની શોધખોળ હાથ ધરી હતી.
READ ALSO: કરીનાની નણંદની આજીજી ઉપર, લાપતા વૃષ્ટિને શોધવા પોલીસ ટીમ મહેસાણા રવાના
ક્રાઇમ બ્રાન્ચે વૃષ્ટીના ઈ-મેલના ઇન્ટરનેટ પ્રોટોકૉલ એડ્રેસની તપાસ કરવામાં આવી હતી. પોલીસ પાસે બંનેના 35 જગ્યાના સી.સી.ટી કેમેરા ફૂટેજ હતા જેના આધારે બંનેને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.