ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / soha tweet missing vrushti mobile location found mehsana Gujarat police go there

લાપતા / કરીનાની નણંદની આજીજી ઉપર, લાપતા વૃષ્ટિને શોધવા પોલીસ ટીમ મહેસાણા રવાના

Published By: Gayatri

Last Updated: 03:21 PM, 4 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રિ ટાણે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી વૃષ્ટિ છેલ્લા ચાર દિવસથી ગુમ થઇ હોવાના સમાચારે ભારે ચર્ચા જગાવી છે. બો‌લિવૂડની જાણીતી કરીના કપુરની નણંદ અને અભિનેત્રી સોહા અલી ખાને ગઈ કાલે ‌ટ્વીટર પર એક પોસ્ટ મૂકી અમદાવાદમાં ગુમ થયેલી યુવતી વૃષ્ટિ જસુભાઈને શોધવા માટે અપીલ કરી હતી.

ADVERTISEMENT

  • મોબાઈલ લોકેશન મહેસાણાનું મળતા તપાસનો ધમધમાટ
  • વૃષ્ટિનાં માતા-પિતા પોર્ટુગલથી અમદાવાદ આવવા માટે રવાના
  • વૃષ્ટિના મિત્રો-પાડોશીઓ અને મોબાઇલ લોકેશનની તપાસ કરી

સોહાની અપીલ બાદ દેશભરના સોશિયલ મીડિયા પર વૃષ્ટિને શોધવા માટે અભિયાન થયું છે. વૃષ્ટિ અને તેનો મિત્ર શિવમ મહેસાણા પાસે હોવાની વિગતો મળતાં પોલીસની એક ટીમ તેમને શોધવા માટે ત્યાં રવાના થઇ છે, જ્યારે વૃષ્ટિનાં માતા-પિતા પોર્ટુગલમાં રહેતાં હોવાથી તે પણ અમદાવાદ આવવા માટે રવાના થયાં છે. 

પોર્ટુગલમાં રહે છે વૃષ્ટિના માતા પિતા
હાલ મળતી માહિતી પ્રમાણે અમદાવાદની વૃષ્ટિ સાથે તેનો મિત્ર શિવમ પટેલ પણ ગુમ થયો છે, જેના કારણે રહસ્ય વધુ ઘેરાયું છે. વૃષ્ટિ 23 વર્ષની છે અને તે ફેશન ડિઝાઇનર છે. તે વસ્ત્રાપુરમાં આવેલ બોડકદેવમાં રહે છે. વૃષ્ટિનાં માતા-પિતા પોર્ટુગલમાં રહે છે અને તેના ગુમ થવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં થઇ છે. 

 

છેલ્લે વૃષ્ટિ શિવમ પટેલને મળવા ગઈ હતી
છેલ્લે વૃષ્ટિ શિવમ પટેલ નામના યુવકને મળવા ગઈ હતી ત્યારથી શિવમ પણ ગુમ છે. સોશિયલ મીડિયા પર વૃષ્ટિ અને શિવમની તસવીર સાથે શોધ અભિયાન શરૂ થયું છે. નવરંગપુરા પોલીસે બન્ને જણાંને શોધવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે. 

પોલીસે લોકેશન ચકાસ્યા
પોલીસ વૃષ્ટિના મિત્રો-પાડોશીઓ અને મોબાઇલ લોકેશનની તપાસ કરી રહી છે ત્યારે તેનું લોકેશન મહેસાણા બાજુનું આવ્યું છે. વૃષ્ટિને શોધવા માટે સોશિયલ મીડિયાના અભિયાને પણ ગતિ પકડી છે, પરંતુ પોલીસ હવે કયા પ્રકારની કામગીરી કરે છે તે જોવાનું રહ્યું, જોકે બંનેની ગુમ થયાની ફરિયાદ અલગ અલગ થઈ છે, જોકે બંને સાથે રિક્ષામાં બેસીને ગયાં હોવાની વિગત પોલીસ તપાસમાં ખૂલી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kareena Kapoor Khan Police Twitter Vrusti gujarat ટ્વીટ મહેસાણા વૃષ્ટિ સોહા અલી ખાન Missing

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ