ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / New turn in Vrushti- Shivam case, The family said this e-mail did not Vrushti

અમદાવાદ / હાઇપ્રોફાઇલ વૃષ્ટિ- શિવમ કેસમાં નવો વળાંક પરિવારે કહ્યું આ ઇ- મેઈલ વૃષ્ટિએ નથી કર્યો

Published By: Dharmishtha

Last Updated: 03:04 PM, 9 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૃષ્ટિ- શિવમ કેસમાં વધું એક વણાંક આવ્યો છે. પોલીસે કહ્યું વૃષ્ટિએ 7 દિવસ બાદ માતાને ઇ-મેઇલ કર્યાનો દાવો કર્યો હતો. પરિવારે આ ઇ-મેઇલ વૃષ્ટિએ નહી કર્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસ માટે કેસ સુલજવાની જગ્યાએ વધારે ઉલ્જી રહ્યો છે. જેના કારણે પોલીસ વધારે મુંજવણમાં મુકાઇ છે.

ADVERTISEMENT

  • શું વૃષ્ટિ- શિવમ કેસમાં કોઇ મોટું ષડયંત્ર છે?
  • ઇ-મેઇલ વૃષ્ટિએ નથી કર્યો તો કોણે કર્યો છે
  • સીસીટીવી બાદ પરિવારે ઇ- મેઇલ વૃષ્ટિએ નહી કર્યો હોવાનું જણાવ્યું

પરિવારે કહ્યું વૃષ્ટિએ ઇ- મેઈલ નથી કર્યો 

વૃષ્ટિ- શિવમ કેસમાં રોજ એક નવો વણાંક આવે  છે. પોલીસે આ પહેલા પણ વૃષ્ટિ - શિવમ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર સીસીટીવીમાં કેદ થયાં હોવાનો દાવો કર્યો હતો. ત્યારે પણ વૃષ્ટિ અને શિવમનાં પરિવારજનોએ સીસીટીવીમાં દેખાતાં લોકો વૃષ્ટિ- શિવમ નથી. એ બાદ હવે પોલીસે વૃષ્ટિએ ઇ-મેઇલ કર્યાની વાત કરતા પરિવારે આ દાવાને પણ નકાર્યો છે. તેમજ પરિવારે કહ્યું હતું કે આ વૃષ્ટિનો ઇ-મેઇલ આઇડી નથી. એટલે આ ઇ-મેઇલ વૃષ્ટિએ નથી કર્યો. 

શું છે ઇ મેઇલ મામલો?

 ગુમ થયાનાં 7 દિવસ બાદ વૃષ્ટિનાં નામનો એક ઈ-મેઈલ વૃષ્ટિનાં માતાને મળે છે. જેમાં વૃષ્ટિએ પોતાની મરજીથી ઘર છોડાયાનું તથા તે ખૂશ હોવાનો દાવો કર્યો છે. તેમજ તેણે પોતાને જોબ મળી જવાની પણ વાત કરી છે. પોલીસને ત્યારે આશા જાગી હતી કે હવે વૃષ્ટિના ઇ- મેઇલથી વૃષ્ટિ સુધી પહોંચી શકાશે. 

કોઇ પોલીસ કે પરિવારને ગેરમાર્ગે દોરી રહ્યું છે?

પરિવારે આ ઈ- મેઈલ વૃષ્ટિએ નહી કર્યાની વાત કરતાં પોલીસની મુંજવણમાં વધારો થયો છે. હવે પોલીસ આ ઈ- મેઈલ ક્યાંથી આવ્યો છે અને કોણે કર્યો છે. તેની તપાસ કરી રહી છે. તેની સાથે સાથે પોલીસ માટે આ ક્લૂ પણ બની શકે છે. ત્યારે સવાલ એ છે કે આ ઈ - મેઈલ વૃષ્ટિએ નથી કર્યો તો કોણે કર્યો છે. શું કોઇ પોલીસ અને પરિવારને ગુમરાહ કરવા માંગે છે? કે પછી પોલીસની તપાસને ગેરમાર્ગે દોરવા માંગે છે? ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે પોલીસને ગેરમાર્ગે દોરવાથી જે તે વ્યક્તિને શું ફાયદો છે? શું ઈ- મેઈલ કરનાર વૃષ્ટિ- શિવમ કેસ સાથે સીધી કે આડકરતી રીતે જોડાયલ વ્યક્તિ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News ahmedabad missing girl shivam vrushti અમદાવાદ ગુજરાતી ન્યૂઝ વૃષ્ટિ શિવમ ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ