બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Vrushti and Shivam case in turn, Vrushti emailed her mother saying don't worry me I'm happy

ચર્ચાસ્પદ / હાઈપ્રોફાઈલ વૃષ્ટિ-શિવમ કેસમાં વળાંક, વૃષ્ટિએ મમ્મીને ઇ-મેઇલ કરી કહ્યું ‘મારી ચિંતા ના કરતાં ’

Published By: Dharmishtha

Last Updated: 11:30 AM, 8 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરના હાઇપ્રોફાઇલ વૃષ્ટિ- શિવમ મિસિંગ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આઠ દિવસ બાદ વૃષ્ટિએ માતાને ઇ-મેઇલ કરી કહ્યું કે હું મારી મરજીથી ઘર છોડીની ગઇ છું. હું ખૂશ છું.  જોકે તેણે શિવમનો ઇ-મેઇલનો કોઇ ઉલ્લેખ કર્યો નથી. વૃષ્ટિ પારીવારીક કારણોસર ઘર છોડી ગઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

  • વૃષ્ટિનો માતાને ઇ-મેઇલ કરી પોતાની મરજીથી ઘર છોડ્યાંની વાત કરી
  • વૃષ્ટિએ એમ પણ કહ્યું છે કે તેને નોકરી મળી ગઇ છે અને ખુશ છે
  • વૃષ્ટિએ ઇ- મેઇલમાં શિવમનો કોઇ ઉલ્લેખ કર્યો નથી

છેલ્લાં 7 દિવસથી ગુમ વૃષ્ટિ-શિવમને શોધવા પોલીસે તમામ પ્રયાસો કર્યા છે. જેના માટે અનેક ટીમો આસપાસના રાજ્યોમાં પણ રવાના કરી છે.  ત્યારે 7 દિવસ પછી વૃષ્ટિએ માતાને ઇ-મેઇલ કરી પોતાની મરજીથી ઘર છોડ્યું હોવાનું કબુલ્યું છે. તેમજ તેણે પોતાને નોકરી મળી ગઇ છે અને તે ખુશ છે એમ પણ જણાવ્યું છે. જો કે તેણે જીવનમાં કેટલીક ઘટનાઓ ઘટી અને તે તેને ન્યાય ન આપી શકી તેવું પણ કહ્યું છે. ત્યારે વૃષ્ટિને જીવનમાં એવાં તો શું અનુભવો થયાં કે તેણે ઘર છોડ્યું છે? વૃષ્ટિએ ઇ-મેઇલ દ્વારા લખેલાં પત્રમાં શિવમનો કોઇ ઉલ્લેખ કર્યો નથી.


વૃષ્ટિએ ઇ-મેઇલમાં શું લખ્યું છે?
હાય મોમ...
તમને ચિંતામાં મુકવા માટે સૌથી પહેલાં હું તમારી માફી માગુ છું. તમને દુખ પહોંચાડવાનો મારો ઇરાદો ક્યારેય ન હતો.  હું ફરી એકવાર માફી માગું છું. એવી કેટલીક વસ્તુ છે. જેનાં કારણે હું તમારી સાથે જીવી ન શકું. એટલે મારે જવું જ પડે. મને ઘણાં અનુભવો થયાં જે હું તમારી સાથે વર્ણાવવાં માંગતી હતી, પણ હું તે વાતને યોગ્ય ન્યાય ન આપી શકી.
આ બધા અનુભવોએ મને આગળનાં નિર્ણય લેવા માટે મજબુર કરી. હું તમને મેઇલ કરી રહી કહ્યું છું કે હું એકદમ મજામાં છું. મેં નોકરી મેળવી લીધી છે, અને પપ્પા મારા દરેક કદમમાં સાથે છે.
હું તમને ખુબ પ્રેમ કરુ છું. માં. ઘર છોડીને મેં તને ભારે દુ:ખ પહોંચાડ્યું છે, પણ મને આશા છે કે એક દિવસ તું મને સમજી શકીશ. 
મારી કોઇ ચિંતા કરશો નહીં, હું ખુશ છું. 

શું હતો મામલો
વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ બન્ને સારા મિત્રો છે. વૃષ્ટિ શિવમને મળવા ગઇ હતી. 1 ઓક્ટોબરનાં રોજથી બન્ને ગુમ થયાં હતા. આ વાતની જાણવાજોગ વૃષ્ટિના ડ્રાઇવરે પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. વૃષ્ટિને શોધવા માટે તેના મિત્રોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો.  બીજા દિવસે અભિનેત્રી સોહા અલી ખાનને વૃષ્ટિના ગુમ થવા બાબતે ટ્વિટ કરી હતી. પોલીસે વૃષ્ટિ- શિવમની સઘન તપાસ હાથ ધરી હતી. જેને પગલે 7 દિવસ બાદ સાંજે વૃષ્ટિએ માતાને 5.22 વાગે ઇ મેઇલ કરી પોતે સલામત હોવાની વાત કરી હતી. 

હવે આ કેસમાં આગળ શું?
પોલીસ હવે આ ઇ- મેઇલ ક્યાંથી આવ્યો છે અને તે ખરેખર વૃષ્ટિએ જ કર્યો છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે. સાથે સાથે તેઓ શિવમ કહ્યાં છે તેની પણ તપાસ કરી રહી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News ahmedabad missing girl shivam vrushti અમદાવાદ ગુજરાતી ન્યૂઝ વૃષ્ટિ શિવમ ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ