દેશમાં હવે સસ્તાં કૉલિંગનો સમય ખતમ થવા જઇ રહ્યો છે. એરટેલ અને વોડાફોન-આઇડિયા બાદ હવે મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોએ પણ મોબાઇલ ટેરિફ વધારવાનું એલાન કરી દીધું છે. કંપનીનું કહેવું છે કે 6 ડિસેમ્બરથી મોબાઇલ ટેરિફ 40 ટકા સુધી વધારવામાં આવશે. કંપનીએ રવિવારે જાહેર કરેલ એક નિવેદનમાં કહ્યું કે, મોબાઇલ સર્વિસ રેટ્સ ઓલ ઇન વન પ્લાન્સ હેઠળ વધારવામાં આવશે, જેમાં ગ્રાહકોને 300 ટકા સુધી ફાયદો મળશે.
રિલાયન્સ જિયોના પ્લાન્સ 6 ડિસેમ્બરથી થશે મોંઘા
વોડાફોન-આઇડિયા અને એરટેલ પણ વધારશે ભાવ
કંપનીએ નિવેદનમાં કહ્યું કે, જિયો ટુંક સમયમાં ઑલ ઇન વન પ્લાન લાવશે, જેમાં ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ અને ડેટા મળશે. આ પ્લાન્સ હેઠળ ગ્રાહકો અન્ય મોબાઇલ નેટવર્ક્સ પર પણ આરામથી કૉલકરી શકશો. જોકે નવા પ્લાન 40 ટકા સુધી મોંઘા થશે. પરંતુ 'કસ્ટમર્સ ફર્સ્ટ'ના વચન હેઠળ ગ્રાહકોને 300 ટકા વધુ ફાયદો આપવામાં આવશે.
રિલાયન્સ જિયોએ એ પણ કહ્યું કે તેઓ ભારતીય ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં સ્થિરતા બનાવવી રાખવા માટે તમામ જરૂરી ઉપાય કરશે. કંપનીએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, પોતાના ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખવા સિવાય રિલાયન્સ જિયો ભારતીય ટેલીકોમ ઇન્ડસ્ટ્રી બનાવવી રાખવા માટે જરૂરી કદમ પણ ઉઠાવશે.
કંપનીએ વધુમાં કહ્યું કે, જિયો ટેલીકૉમ ટેરિફને રિવાઇઝ કરવાની પ્રક્રિયાને લઇને સરકાર સાથે સલાહ-સૂચન કરતું રહેશે. જેમાં તમામ સ્ટેકહોલ્ડર્સની જરૂર રહેશે. રિલાયન્સ જિયોનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે, જ્યારે રવિવારે જ એરટેલ અને વોડાફોન-આઇડિયાએ ટેરિફ રેટ્સ વધારવાનું એલાન કર્યું છે. આ કંપનિઓએ કહ્યું કે 3 ડિસેમ્બરથી પ્રીપેડ કૉલ અને ડેટા 40 ટકા વધારવામાં આવશે.