બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા મનપા સંચાલિત શિક્ષણ સમિતિનો રમજાન માસને લઈ વિવાદિત પરિપત્ર
Last Updated: 10:23 PM, 2 March 2025
વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા રમઝાન માસને લઈ વિવાદિત પરિપત્ર જાહેર કરાયો છે. રમઝાન માસમાં મુસ્લિમ વિધાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી શાળાઓના વિધાર્થીઓને મોડા આવવા અને વહેલા છૂટવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. સાથો સાથ એક બિલ્ડિંગમાં ચાલતી સવાર અને બપોરની પાળીમાં આવતા વિધાર્થીઓને 1 કલાક 20 મિનિટની છૂટછાટ અપાઈ છે. જેમાં 1 માર્ચથી પરિપત્રનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
શાળામાં આવતા વિધાર્થીઓને 2 કલાકની છૂટછાટ અપાઈ
ADVERTISEMENT
એક બિલ્ડિંગમાં એક પાળીની શાળામાં આવતા વિધાર્થીઓને 2 કલાકની છૂટછાટ અપાઈ છે. સવારની પાળીનો સમય બદલી સવારે 8થી બપોરે 1, બપોરની પાળીનો સમય બદલી 12.30 થી સાંજે 4.30 વાગ્યાનો કરાયો છે. એક પાળીની શાળાઓ માટે બપોરે 12.30 થી સાંજે 4.30નો સમય કરાયો છે.
'વર્ષોથી આ પ્રકારનો પરિપત્ર કરાય છે'
શાસનાધિકારી શ્વેતાબેન પારગીએ જણાવ્યું કે, 'વર્ષોથી આ પ્રકારનો પરિપત્ર કરાય છે તેમજ આવો પરિપત્ર કરવો જરૂર નથી, શિક્ષણ સમિતિ નિર્ણય બદલી શકે છે'. તો બીજી તરફ શિક્ષણ સમિતિના ચેરમેન નિષિધ દેસાઈએ કહ્યું કે, 'બોર્ડ મિટિંગ બોલાવી પરિપત્ર રદ કરવો કે સમયમાં બદલાવ તે નિર્ણય લઈશું. વિધાર્થીઓના અભ્યાસના ભોગે આ નિર્ણય યોગ્ય નથી. અમારા માટે વિધાર્થીઓનું અભ્યાસ સૌથી મહત્વનું છે'.
આ પણ વાંચો: અમદાવાદથી ઉના સુધી અકસ્માતોની હારમાળા, 4 દુર્ઘટનામાં ચાર યુવકોના કરૂણ મોત
વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રીએ શું કહ્યું ?
વડોદરા વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ કહ્યું કે, 'અમે આ પરિપત્રને વખોડીએ છીએ અને શાસકો અધિકારીઓને એક જ ધર્મના પ્રત્યે પ્રેમ કેમ? રમઝાનની જેમ નવરાત્રી, ગૌરી વ્રત, શ્રાવણ માસ, પર્યુષણ પર્વમાં પણ આવો નિર્ણય કરવો જોઈએ. શાસકો અધિકારીઓએ તાત્કાલિક આ પરિપત્ર પાછો ખેંચવો જોઈએ'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.