બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદથી ઉના સુધી અકસ્માતોની હારમાળા, 4 દુર્ઘટનામાં ચાર યુવકોના કરૂણ મોત
Last Updated: 08:53 PM, 2 March 2025
આજે રાજ્યમાં અકસ્માતની 4 ઘટનાઓ બની છે. જેમાં ચાર લોકોના મોત થયા છે. ગઢડા રોડ ઉપર ભયાનક અક્સ્માત સર્જાયો છે, જ્યાં 2 લોકોના મોત થયા છે જ્યારે વસ્ત્રાલ રિંગરોડ પર અકસ્માતમાં 1નું અને બનાસકાંઠાના ડીસા-સમૌ રોડ પર અકસ્માતમાં 1નું મોત થયું છે.
ADVERTISEMENT
ગઢડા રોડ ઉપર ભયાનક અક્સ્માત
ઉનામાં ગીર ગઢડા રોડ ઉપર ભયાનક અક્સ્માત સર્જાયો હતો. ખાપટ ગામ પાસે સામસામે બે બાઈક અથડાયા હતા. અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે. હરમડીયા ગામના ભરત ઓઘડભાઈ જેઠવા અને વડવિયાળા ગામના રાકેશ બાબુભાઈ સાંખટનું મોત થયું છે.
ADVERTISEMENT

વસ્ત્રાલ રિંગરોડ પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત
ADVERTISEMENT
અમદાવાદમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. વસ્ત્રાલ રિંગરોડ પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં નીતિન ચુનારા નામના યુવકનું મૃત્યુ થયું છે. રોષે ભરાયેલા લોકોએ ટ્રકમાં તોડફોડ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.

ADVERTISEMENT
ડીસા-સમૌ રોડ પર અકસ્માત
બનાસકાંઠામાં ડીસા-સમૌ રોડ પર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલક ડોમી સનૌબોનું મોત થયું છે. ડીસા તાલુકા પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT

લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માત
ADVERTISEMENT
સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. છારદ ગામના પાટિયા પાસે કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ખાડામાં ખાબકી હતી. કારમાં સવાર ચાલક યુવક સહિત બે યુવકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.