બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / Vivoનો મોટો ધમાકો! 6500mAh બેટરી સાથે લોન્ચ થઇ Vivo V70 Series

ટેક / Vivoનો મોટો ધમાકો! 6500mAh બેટરી સાથે લોન્ચ થઇ Vivo V70 Series

Nirav Kumar

Last Updated: 10:45 PM, 19 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં Vivo V70 Elite અને Vivo V70 સ્માર્ટફોન લોન્ચ થયો છે. ચાલો તેની કિંમત અને સ્પેસીફીકેશન વિષે જાણીએ.

ઇન્ડિયન માર્કેટમાં Vivo V70 સીરીઝ લોન્ચ કરવામાં આવી છે જેમાં Vivo V70 Elite અને Vivo V70નો સમાવેશ થાય છે. બંને ફોન ટૂંક સમયમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને કંપનીની વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. સ્ટાન્ડર્ડ મોડેલ ભારતમાં બે શેડમાં ઉપલબ્ધ થશે જ્યારે Elite મોડેલ ત્રણ રંગ ઓપ્શનમાં મળશે.

Vivo V70 Elite ની કિંમત 8GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 51,999 રૂપિયા, 12GB/256GB વેરિઅન્ટની કિંમત 56,999 રૂપિયા અને 12GB/512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 61,999 રૂપિયા છે. આ ફોન આ કિંમત સીરીઝમાં Samsung, Google Pixel અને Apple iPhone જેવા મોડેલો સાથે જોરદાર કોમ્પીટીશન કરે છે.

બીજી તરફ આ Vivo મોબાઇલ ફોનના 8GB/256GB અને 12GB/256GB વેરિઅન્ટની કિંમત અનુક્રમે 45,999 અને 49,999 રૂપિયા છે. આ ફોન ખરીદતી વખતે તમે SBI, HDFC બેંક અને Yes Bank કાર્ડ પર 10% સુધીનું કેશબેક મળી શકે છે. આ નવો Vivo ફોન ભારતમાં 26 ફેબ્રુઆરીથી Flipkart અને Vivo ઓનલાઈન સ્ટોર પર વેચાણ માટે મળશે. આ સીરીઝમાં તે Samsung Galaxy S24 અને Motorola ના ફ્લિપ ફોન જેવા મોડેલો સાથે કોમ્પીટીશન કરશે.

vtv app promotion
  • ફોનની સ્પેસીફીકેશન
    આ બંને ફોનમાં 6.59-ઇંચ VM9 AMOLED ડિસ્પ્લે આવે છે જે 120Hz સુધીના રિફ્રેશ રેટ અને 5000 nits સુધીની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. તે Vivo V70 Elite સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે Snapdragon 8S Gen 3 ચિપસેટનો ઉપયોગ કરે છે જ્યારે Vivo V70 Snapdragon 7 Gen 4 પ્રોસેસરનો ઉપયોગ કરે છે.

વધુ વાંચો : લોન્ચ થયો Infinix Note Edge 5G ફોન, 6500mAh બેટરી -3D કર્વ્ડ ડિસ્પ્લેની સુવિધા

જો કેમેરાની વાત કરીએ તો આ બંને ફોન ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવે છે, જેમાં 50-મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર, 50-મેગાપિક્સલનો સુપર ટેલિફોટો કેમેરા અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ સેન્સર હોય છે. સેલ્ફી માટે, બંને મોડેલોમાં 50-મેગાપિક્સલનો કેમેરા સેન્સર હશે. આ ફોનમાં પાવર આપવા માટે 6500 mAh ની બેટરી આપવામાં આવી છે. જે બંને ફોન 90 W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vivo V70 Vivo V70 Elite Vivo V70 Series
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ