બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / લોન્ચ થયો Infinix Note Edge 5G ફોન, 6500mAh બેટરી -3D કર્વ્ડ ડિસ્પ્લેની સુવિધા

ટેક / લોન્ચ થયો Infinix Note Edge 5G ફોન, 6500mAh બેટરી -3D કર્વ્ડ ડિસ્પ્લેની સુવિધા

Nirav Kumar

Last Updated: 10:57 PM, 18 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય માર્કેટમાં એક નવો મિડ-રેન્જ સ્માર્ટફોન લોન્ચ થયો છે. આ Infinix Note Edge 5G ફોનમાં 3D કર્વ્ડ ડિસ્પ્લે આવે છે.

Infinixએ ભારતીય માર્કેટમાં એક નવો મિડ-રેન્જ સ્માર્ટફોન Infinix Note Edge 5G ફોન લોન્ચ કર્યો છે. તેના ફીચર્સમાં 3D કર્વ્ડ 1.5K AMOLED ડિસ્પ્લે અને મોટી 6500mAh બેટરી સામેલ છે. આ ડિવાઇસને ડસ્ટ અને સ્પ્લેસ રેજીસ્ટેંન્સ માટે IP65 રેટિંગ આપવામાં આવ્યું છે અને તે વેટ ટચ કાર્યક્ષમતાને સપોર્ટ કરે છે. JBL સાઉન્ડ સાથે આવતા આ ફોનમાં ત્રણ વર્ષ માટે OS અપડેટ્સ અને પાંચ વર્ષ માટે સિક્યુરિટી પેચ મળશે.

આ 5G સ્માર્ટફોન ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં 6GB/128GB વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા કિંમતછે, 8GB/128GB વેરિઅન્ટની કિંમત 23,999 રૂપિયા છે, અને ટોપ-એન્ડ 8GB/256GB વેરિઅન્ટની કિંમત 25,999 રૂપિયા છે. અવેબિલીટીની વાત કરીએ તો આ ફોનનું વેચાણ 18 ફેબ્રુઆરીથી કંપનીની વેબસાઇટ, ફ્લિપકાર્ટ અને રિટેલ સ્ટોર્સ પર શરૂ થયું છે.

લોન્ચ ઑફર્સમાં SBI અને ICICI બેંક કાર્ડનો ઉપયોગ કરવા માટે 2000  રૂપિયાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ પણ સામેલ છે. ડિસ્કાઉન્ટ બાદ આ મોડેલો 19,999, ₹21,999 અને 23,999 રૂપિયામાં મળશે.

vtv app promotion
  • Infinix Note Edge 5G ઓપ્શન
    આ ફોન OnePlus Nord CE5 5G, Realme 14 Pro+ 5G, Vivo T4 5G અને OPPO K13 5G જેવા સ્માર્ટફોન સાથે સ્પર્ધા કરે છે.
  • Infinix Note Edge 5G સ્પેસિફિકેશન
    આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ અને 4500 nits પીક બ્રાઇટનેસ સપોર્ટ સાથે 6.78-ઇંચ 1.5K AMOLED 3D કર્વ્ડ ડિસ્પ્લે આવે છે. તેની સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i નો ઉપયોગ થાય છે. આ ફોન સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે, આ હેન્ડસેટ MediaTek ડાયમેન્સિટી 7100 પ્રોસેસરથી ચાલે છે.

વધુ વાંચો : AIએ ડિઝાઇન કરી કાર, દેખાવ છે ફાઇટર જેટ જેવો- અનોખી છે ગાડીની ખાસિયતો

જો તેના કેમેરા સેટઅપની વાત કરીએ તો આ ફોનના રિયરમાં 50MP પ્રાઇમરી કેમેરા અને સેકન્ડરી કેમેરા સેન્સર આવે છે. ફોન લાઇવ ફોટોઝ અને AI ઇરેઝર જેવા AI ટૂલ્સ જેવા ફીચરનો પણ સપોર્ટ કરે છે. તેમાં એક્ટિવ હાલો લાઇટિંગ સાથે સિગ્નેચર કેમેરા મોડ્યુલ પણ છે જેને નોટિફિકેશન, કોલ અને મ્યુઝિક માટે કસ્ટમાઇઝ કરી શકાય છે. સેલ્ફી માટે 13MP કેમેરા સેન્સર છે. આ ફોન 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6500mAh ની મોટી બેટરી પેક કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Infinix Note Edge 5G New Launched Curved Display
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ