ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / vivek agnihotri says he more intelligent than bollywood stars

નિવેદન / 'ભારતીય સિનેમા કલાકારોના લીધે મજબૂત નથી, ઓડિયન્સ સમજદાર છે', વિવેક અગ્નિહોત્રીએ ખુદને બોલિવુડથી દૂર કર્યો

Published By: Bijal Vyas

Last Updated: 04:55 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vivek Agnihotri On Bollywood: વિવેક અગ્નિહોત્રી બોલિવૂડ પર નિશાન સાધવામાં પાછી પાની નથી કરી રહી. તેણે ફરી એકવાર સેલેબ્સ પર નિશાન સાધ્યું છે.

ADVERTISEMENT

  • વિવેકે કહ્યું છે કે બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં હાજર કલાકારોને કારણે મૂર્ખ લાગે છે
  • વિવેક અગ્નિહોત્રી ધ વેક્સીન વોર લઈને આવી રહ્યા છે.
  • મારી જાતને બૉલીવુડથી માનસિક રીતે દૂર કરી દીધી છેઃ વિવેક અગ્નિહોત્રી

Vivek Agnihotri On Bollywood: ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં પાછીપાની કરતા નથી. તેના મનમાં જે આવે છે તે બોલે છે. તેણે ઘણા બોલિવૂડ સેલેબ્સ પર પણ નિશાન સાધ્યું છે. ફરી એકવાર વિવેકે બોલિવૂડ કલાકારો પર નિશાન સાધ્યું છે. વિવેકે કહ્યું છે કે બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં હાજર કલાકારોને કારણે મૂર્ખ લાગે છે. વિવેકે કહ્યું કે કેવી રીતે આ ઓછા સક્ષમ કલાકારોએ તેની કારકિર્દીને નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે તેને ઉદ્યોગ છોડવાનું વિચાર્યું.

હું ઇચ્છું છું કે બોલીવુડ ભારત માટે...', ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કટાક્ષ કરવા  અંગે વિવેક અગ્નિહોત્રીની સ્પષ્ટતા / vivek agnihotri says i have no grudge  with bollywood i ...

ધ અનસ્ક્રીપ્ટેડ પોડકાસ્ટમાં વિવેક અગ્નિહોત્રીએ કહ્યું- હું આ ઘમંડમાં નથી કહી રહ્યો પરંતુ હું સત્ય કહી રહ્યો છું. મને લાગવા માંડ્યું કે, મેં જે સ્ટાર્સ સાથે કામ કર્યું છે તેઓ ભણેલા નથી અને દુનિયા વિશે કંઈ જાણતા નથી. હું તેમના કરતાં વધુ બુદ્ધિશાળી છું અને વિશ્વ વિશેની મારી સમજ તેમના કરતાં ઘણી વધારે છે. તેથી તેમની મૂર્ખતા મને નીચે ખેંચે છે. તેઓ એટલા મૂર્ખ છે કે તેઓ તમને તેમની સાથે નીચે ખેંચે છે.

બોલિવુડથી ખુદને કરી લીધા દૂર
વધુમાં વિવેકે કહ્યું- ભારતીય સિનેમામાં કલાકારોના કારણે પાવર નથી. આ કલાકારોમાં ઘણીવાર ઊંડાણનો અભાવ હોય છે, જે દિગ્દર્શકો અને લેખકોને નકારાત્મક અસર કરે છે. તેઓ પ્રેક્ષકોની બુદ્ધિને ઓછો અંદાજ આપે છે. એક લેખક અને દિગ્દર્શક તરીકે મારી ફિલ્મની કિંમત ફિલ્મના સ્ટાર જેટલી છે. ફિલ્મની ઓળખ મારાથી નહીં, પણ એવા સ્ટારથી મળે છે કે જેની પાસે ઊંડાણનો અભાવ હોય. તેથી, મેં મારી જાતને બૉલીવુડથી માનસિક રીતે દૂર કરી દીધી છે.

Entertainment News in Gujarati | Latest Entertainment Gujarati News

તેણે આગળ કહ્યું- બોલિવૂડ દર્શકોને એક જ પ્રકારની ફિલ્મ બતાવે છે, બસ તેમાં થોડો ઉત્સાહ ઉમેરે છે. તેણે કહ્યું- દર્શકો ખૂબ જ હોશિયાર છે. જો તમે સારુ  કન્ટેન આપો, તો તે જોશે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, વિવેક અગ્નિહોત્રી ધ વેક્સીન વોર લઈને આવી રહ્યા છે. આ ફિલ્મની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સિવાય તે દિલ્હી ફાઇલ્સમાં કામ કરી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Vivek Agnihotri On Bollywood બોલિવુડ બોલિવૂડ દર્શકો ભારતીય સિનેમા મનોરંજન વિવેક અગ્નિહોત્રી entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ