ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Food and Recipe / Vitamin B6 will help you remember your dreams

સંશોધન / જો તમે તમારા સપનાંઓને યાદ રાખવા માંગતા હોવ તો અપનાવો આ પૌષ્ટિક આહાર

Published By: Dhruv

Last Updated: 08:34 PM, 13 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્યતઃ મોટા ભાગે લોકો જ્યારે સૂઇને ઊઠે છે તો પોતાનાં સપનાં ભૂલી જાય છે. હવે વિજ્ઞાનીએ અભ્યાસ કરીને તેને યાદ રાખવાની રીત શોધી લીધી છે. વિજ્ઞાનીએ દાવો કર્યો છે કે વિટામીન બી-૬ની મદદથી લોકો હવે પોતાનાં સપનાંને યાદ રાખી શકશે.

ADVERTISEMENT

  • દિવસ પૂર્ણ થાય ત્યાં સુધી સપનાંની સ્મૃતિઓ મગજમાં જળવાયેલી રહેઃ ડેનહોમ ઓસ્પી
  • આ અભ્યાસ માટે સંશોધકોએ ૧૦૦ લોકોને એકઠા કર્યા હતાં
  • યુનિવર્સિટી સ્કૂલ ઓફ સાઇકોલોજીએ કર્યું સંશોધન
Dream
ઊંઘમાં સપનું

આ અભ્યાસ પરસેપ્ચ્યુઅલ એન્ડ મોટર સ્કીલ મેગેઝિનમાં પ્રકાશિત થયો છે. આ અભ્યાસ માટે સંશોધકોએ ઓસ્ટ્રેલિયાના ૧૦૦ લોકોને એકઠા કર્યા હતા, જેમને સતત પાંચ દિવસ સુધી સૂતા પહેલાં વિટામીન બી-૬નાં સપ્લિમેન્ટ અપાયા.

આ અભ્યાસના લેખક અને યુનિવર્સિટી સ્કૂલ ઓફ સાઇકોલોજીના ડેનહોમ ઓસ્પીએ જણાવ્યું કે અભ્યાસના પરિણામ જણાવે છે કે પ્લેસબોની સરખામણીમાં વિટામીન બી-૬ની મદદથી લોકોનાં સપનાંને યાદ રાખવાની ક્ષમતામાં સુધારો થયો છે. પ્લેસબો એવી ચિકિત્સા છે જેનો કોઇ વૈજ્ઞાનિક આધાર ન હોય. આવી ચિકિત્સા પદ્ધતિ અથવા તો પ્રભાવહીન હોય છે અથવા તેમાં કોઇ સુધારો દેખાતો નથી અથવા તેનું કારણ કોઇ અન્ય વસ્તુ હોય છે.

Dream
ઊંઘમાં સપનું

તેમણે કહ્યું કે, વિટામિન બી-૬થી લોકોનાં સપનાંઓની જીવંતતા અને વિચિત્રતા પ્રભાવિત થાય છે અને તેમની ઊંઘની પેટર્ન તેમજ અન્ય પહેલું પ્રભાવિત થાય છે. ઓસ્પીએ કહ્યું કે આ પહેલો અભ્યાસ છે જેમાં સપનાં પર વિટામિન બી-૬ના પ્રભાવોની અસર મોટા સ્તર પર કરાઇ. સંશોધકોએ એમ પણ જણાવ્યું કે સૂતા પહેલા માત્ર ૨૪૦ ગ્રામ વિટામીન બી-૬ લેવાથી સપનાંઓને યાદ રાખવામાં મદદ મળે છે.

સંશોધનમાં ભાગ લેનાર એક વ્યક્તિએ જણાવ્યું કે સૂતા પહેલા વિટામિન બી-૬ લેવાથી તેને પોતાનાં સપનાં સારી રીતે યાદ રાખવામાં મદદ મળી એટલું જ નહીં દિવસ પૂરો થાય ત્યાં સુધી પણ સપનાંની સ્મૃતિઓ તેના મગજમાં જળવાયેલી રહી. વિટામીન બી-૬ અનાજ, ફળ, શાકભાજી, ખાસ કરીને પાલક અને બટાકાં, દૂધ, પનીર, ઇંડાં અને માછલીમાંથી મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dream Food Health Nutritious diet lifestyle પૌષ્ટિક આહાર સપનું Research

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ