બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:45 PM, 21 April 2023
ADVERTISEMENT
Vitamin B12 Deficiency Symptoms: વિટામિન B12 એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે, જે આપણા શરીરમાં ખૂબ જ જરુરી છે, પરંતુ આપણી વ્યસ્ત લાઇફસ્ટાઇલના કારણે આપણે ઘણીવાર આપણા આહાર પર ધ્યાન આપતા નથી અને આ મહત્વપૂર્ણ પોષક તત્વોની ઉણપ થાય છે. જો આપણે રોજિંદી જરૂરિયાતની વાત કરીએ તો પુરૂષો માટે 2.4 માઈક્રોગ્રામ અને સ્ત્રીઓ માટે 2.6 માઈક્રોગ્રામ વિટામિન B12નું સેવન કરવું જરૂરી છે. આ પોષક તત્વોની ઉણપના થવાના કારણે તો શરીરને અનેક પ્રકારના નુકસાન ભોગવવુ પડી શકે છે.
વિટામિન B12ના ઉણપના લક્ષણઃ
1. થાક (Fatigue)
જો તમે વિટામિન બી 12ની ઉણપનો સામનો કરી રહ્યાં છો તો સતત તમે થાકનો અનુભવ કરશો. તમારા શરીરની કોશિકાઓને ઠીકથી કામ કરવાથી લઇ બી 12ની જરુર હોય છે. તેની ઉણપ થવા પર રેડ બ્લડ સેલ્સ ઉત્પાદન ઓછુ થઇ શકે છે, જે ઓક્સિજનના ડસ્ટ્રિબ્યુશનનું ખરાબ કરી શકે છે, તેવામાં થાક લાગવો સ્વભાવિક છે.
ADVERTISEMENT

2. સ્કિનનો રંગ પીળો પડવો (Yellow Skin)
વિટામિન B12 ની ઉણપના કારણે, આપણી ત્વચા પીળી થવા લાગે છે, કારણ કે આ સ્થિતિમાં એનિમિયાના લક્ષણો દેખાવા લાગે છે. લોહીની ઉણપને કારણે માત્ર ત્વચાનો રંગ જ નહીં પણ આંખોનો પણ પીળો થઈ જાય છે. પીળો રંગ ખરેખર હાઇ બિલીરૂબિન લેવલને કારણે થાય છે.
ADVERTISEMENT
3. માથામાં દુખાવો (Headaches)
જ્યારે શરીરમાં વિટામિન બી ઓછું થવા લાગે છે, ત્યારે તે ન્યુરોલોજીકલ આડઅસરોમાં વધારો કરે છે, જેમાં માથાનો દુખાવો પણ સામેલ છે. આ સૌથી સામાન્ય લક્ષણોમાંનું એક છે, તેથી ભૂલથી પણ તેને અવગણવાનો પ્રયાસ કરશો નહીં.
4. પેટમાં ગરબડ (Gastrointestinal Issues)
વિટામીન B12 ની ઉણપને કારણે પેટમાં સમસ્યા થાય છે જેના કારણે ઝાડા, ઉલ્ટી, કબજિયાત, પેટ ફૂલવું અને ગેસની ફરિયાદ થઈ શકે છે. આવી સ્થિતિમાં તરત જ તપાસ કરવાનું અને યોગ્ય આહાર લેવાનું શરૂ કરો.
ADVERTISEMENT

5. માનસિક પરેશાની (Mental Issue)
વિટામિન B ની ઉણપથી આપણી નર્વસ સિસ્ટમને અસર થવાથી તે આપણા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં આપણે હતાશા, તણાવ અને ચીડિયાપણુંનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.