બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / સ્પોર્ટસ / Cricket / virat kohli vs anushka sharma know all about net worth income and car collection

વિરુષ્કાની સંપત્તિ / વિરાટ કોહલી પિચ પર નહીં આવકમાં પણ છે આગળ, જાણો 'વિરુષ્કા'ની કેટલી કમાણી

Premal

Last Updated: 06:36 PM, 3 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના ધુરંધર વિરાટ કોહલી માત્ર ક્રિકેટની પિચ પર નહીં પરંતુ કમાણી મામલે પણ તાબડતોડ ઈનિંગ રમી રહ્યાં છે. તેમની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા પણ મિલેનિયર્સ લિસ્ટમાં છે અને ભારે કમાણી કરનારી બોલીવુડ અભિનેત્રી છે. આવો જાણીએ આ લોકપ્રિય સેલિબ્રિટી પતિ-પત્નીની કમાણી કેટલી છે?

  • વિરાટ કોહલી દરરોજ કમાય છે 6 લાખ રૂપિયા
  • નેટવર્થની દ્રષ્ટિએ અનુષ્કા પતિ વિરાટથી ઘણી પાછળ
  • જાણો આ લોકપ્રિય સેલિબ્રિટી પતિ-પત્નીની કમાણી કેટલી છે?

વિરુષ્કા આ નામથી તો તમે બધા વાંકેફ હશો. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને મળીને બન્યું છે આ યુનિક નામ. બંને પોતાના પ્રશંસકોના દિલ પર રાજ કરે છે. 

વિરાટ કોહલીની પાસે આટલી સંપત્તિ

પહેલા વાત કરીએ ક્રિકેટર વિરાટ કોહલીની. જેનુ નામ દુનિયાના સૌથી અમીર ક્રિકેટરોમાં સામેલ થાય છે. વિરાટનો જન્મ 1988માં થયો હતો અને અત્યારે તેઓ પોતાની પત્ની અનુષ્કા શર્માની સાથે મુંબઈમાં રહે છે. mpl.live મુજબ કોહલીની કુલ નેટવર્થ લગભગ 127 મિલિયન ડૉલર એટલેકે લગભગ 1046 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટસ મુજબ તેમની વાર્ષિક સરેરાશ કમાણી આશરે 15 કરોડ રૂપિયા છે. જ્યારે મહિનાની અંદાજીત કમાણી જોઈએ તો આ આશરે 1,25,00,000 રૂપિયા. અઠવાડિયામાં 28,84,615 રૂપિયા અને એક દિવસમાં આશરે 5,76,923 રૂપિયા થાય છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

ટોપ અભિનેત્રીઓમાં સામેલ અનુષ્કા શર્મા 

હવે વિરાટની સેલિબ્રિટી પત્ની અનુષ્કા શર્માની કમાણીની વાત કરીએ તો શાહરૂખ ખાનની સાથે ફિલ્મ રબ ને બના દી જોડીથી પોતાના ફિલ્મી સફરની શરૂઆત કરનારી અનુષ્કાની ગણતરી આજે બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. આશરે દોઢ દાયકાની કારકિર્દીમાં તેમણે અનેક હિટ ફિલ્મો આપી છે. આ ઉપરાંત અનુષ્કા શર્મા પણ બમ્પર કમાણી કરનારી અભિનેત્રીઓમાં સામેલ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટની અનુષ્કા પાસે આટલી સંપત્તિ

નેટવર્થની દ્રષ્ટિએ અનુષ્કા પતિ વિરાટથી ઘણી પાછળ છે. મીડિયા રિપોર્ટસ મુજબ, અભિનેત્રીની કુલ નેટવર્થના આશરે 35 મિલિયન ડૉલર અથવા લગભગ 265 કરોડ રૂપિયા છે. ફિલ્મ સિવાય તેમની કમાણીના ઘણા વિકલ્પ છે. જેમાં સોશિયલ મીડિયા અને જાહેરાતનો પણ સમાવેશ થાય છે. એક અનુમાન મુજબ અનુષ્કા શર્મા એક ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા લે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ