ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 36 વર્ષના ક્રિકેટર દોસ્તના અવસાનથી તૂટ્યો વિરાટ કોહલી, યુવરાજ પણ દુખી

સ્પોર્ટસ / 36 વર્ષના ક્રિકેટર દોસ્તના અવસાનથી તૂટ્યો વિરાટ કોહલી, યુવરાજ પણ દુખી

Published By: Nirav Kumar

Last Updated: 04:14 PM, 7 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંડર-19 માં ટીમ ઈન્ડિયા માટે રમી ચૂકેલા ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલનું અવસાન થયું છે. 36 વર્ષની ઉંમરે મૃત્યુ પામેલા અમનપ્રીત સિંહ ગિલના અવસાનનું કારણ હજુ સુધી જાહેર થયું નથી. તેના અવસાન પર વિરાટ કોહલીએ પણ શોક પ્રગટ કર્યો છે.

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. અંડર-19 માં ટીમ ઈન્ડિયા માટે રમી ચૂકેલા ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલનું 36 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેને 6 મે બુધવારના રોજ ચંદીગઢમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાહેર થયું નથી.

અમનપ્રીત ગિલ પંજાબ ક્રિકેટમાં એક જાણીતું નામ હતું. તેઓ ભારતીય અંડર-19 ટીમમાં વિરાટ કોહલી સાથે રમ્યો હતો. જમણા હાથના ફાસ્ટ બોલર અમનપ્રીત પંજાબ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો હતો. જેમાં 6 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 11 વિકેટ લીધી હતી.

VTV DIGITAL

અમનપ્રીત 2008માં આઈપીએલની શરૂઆતની સીઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમનો પણ હિસ્સો રહી ચુક્યો છે. બાદમાં તેને પંજાબ ક્રિકેટમાં સિલેક્ટર તરીકે સેવા આપી હતી જેમાં તેને સિનિયર પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા આપી હતી. પંજાબ ક્રિકેટ એસોસિએશન (પીસીએ) એ સોશિયલ મીડિયા પર એક શોક સંદેશ જાહેર કરીને લખ્યું હતું કે અમનપ્રીત ગિલે પંજાબ ક્રિકેટની ખૂબ જ સમર્પણ અને જુસ્સાથી સેવા કરી હતી. બોર્ડે તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

અમનપ્રીત ગિલના નિધનના સમાચાર સાંભળીને વિરાટ કોહલી પણ ભાવુક થઈ ગયો હતો. કોહલીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "અમનપ્રીત ગિલના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમના પરિવાર અને પ્રિયજનો માટે મારી પ્રાર્થના. ઓમ શાંતિ."

યુવરાજે ગિલને યાદ કરીને એક ભાવનાત્મક સંદેશ પણ શેર કર્યો. જેમાં યુવરાજે કહ્યું કે, અમનપ્રીત એક મહેનતુ ક્રિકેટર હતો અને તેને રમત પ્રત્યે ખૂબ જ જુસ્સો હતો. તેને કહ્યું કે ડ્રેસિંગ રૂમમાં વિતાવેલા ક્ષણો હંમેશા યાદ રહેશે.

અમનપ્રીત ગિલે 2007માં ભારતીય અંડર-19 ટીમ સાથે ઇંગ્લેન્ડ, મલેશિયા અને શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. તેને ઘણી યુવા વનડે અને ત્રણ દિવસીય યુવા ટેસ્ટ મેચોમાં પણ ભાગ લીધો હતો. પરંતુ તે 2008માં મલેશિયામાં અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો હિસ્સો નહોતો. તે ટીમનું નેતૃત્વ વિરાટ કોહલીએ કર્યું હતું.

વધુ વાંચો : શું વૈભવ સૂર્યવંશી રમશે કે નહીં? BCCIએ શેડ્યૂલ જાહેર કર્યું, જાણો વિગત

તે પહેલી IPL સીઝનમાં પંજાબ કિંગ્સ (તે સમયે કિંગ્સ XI પંજાબ)નો પણ હિસ્સો રહી ચુક્યો છે. હૈદરાબાદમાં બુધવારે રાત્રે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચ દરમિયાન PBKS ખેલાડીઓએ અમનપ્રીતના સન્માનમાં કાળી પટ્ટી પહેરી હતી. અમનપ્રીત ગિલના અંતિમ સંસ્કાર બુધવારે સાંજે 4 વાગ્યે ચંદીગઢના મણિમજરા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુથી પંજાબ ક્રિકેટ અને ભારતીય ક્રિકેટ જગતમાં શોકનું મોજું જોવા મળ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Passed Away Under-19 Cricketer Amanpreet Singh Gill

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ