બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / શું વૈભવ સૂર્યવંશી રમશે કે નહીં? BCCIએ શેડ્યૂલ જાહેર કર્યું, જાણો વિગત

ક્રિકેટ / શું વૈભવ સૂર્યવંશી રમશે કે નહીં? BCCIએ શેડ્યૂલ જાહેર કર્યું, જાણો વિગત

Jinal Chauhan

Last Updated: 11:26 AM, 7 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI એ સીરિઝનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે જેમાં વૈભવ સૂર્યવંશી રમતા જોવા મળવાની પૂરી શક્યતા છે. વૈભવ સૂર્યવંશીને તક કેમ મળશે? અને તે કેટલી મેચ રમશે?

વૈભવ સૂર્યવંશી હાલ IPL 2026 માં રમી રહ્યા છે. તેના પછી તેમની ભારત માટે વ્હાઇટ બોલ ક્રિકેટમાં ઇન્ટરનેશનલ ડેબ્યુ કરવાની તૈયારી છે. IPL 2026 પછી ભારતને આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે જેવી ટીમો સામે મેચ રમવાની છે જેમાં તેમને તક મળી શકે છે. પરંતુ BCCI એ હાલ જે શેડ્યૂલ જાહેર કર્યું છે તે ઓસ્ટ્રેલિયા A ટીમ સામેની સીરિઝનો છે. આ સીરિઝ આ વર્ષના સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાશે. આ સીરિઝમાં India A ટીમ તરફથી વૈભવ સૂર્યવંશીને રમવાની તક મળી શકે છે.

IND A vs AUS A સિરીઝના શિડ્યુઅલની જાહેરાત

IND A અને AUS A વચ્ચે 2 મલ્ટી-ડે (4 દિવસીય) મેચ અને 3 વનડે મેચની સીરિઝ રમાશે જેનું આયોજન પુડુચેરીમાં થશે. પહેલી ચાર દિવસીય મેચ 22 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી અને બીજી 29 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રમાશે. આ પછી વનડે સીરિઝ શરૂ થશે જેમાં પહેલી વનડે 6 ઓક્ટોબરે, બીજી 9 ઓક્ટોબરે અને ત્રીજી 11 ઓક્ટોબરે રમાશે.

વૈભવ સૂર્યવંશીને તક કેમ મળશે?

વર્ષે રમાયેલા ઈમર્જિંગ એશિયા કપમાં તેણે India A માટે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. ઈમર્જિંગ એશિયા કપ 2025માં તે માત્ર India Aનો ટોપ સ્કોરર જ નહીં પરંતુ સમગ્ર ટૂર્નામેન્ટમાં બીજા નંબરનો સૌથી સફળ બેટ્સમેન પણ રહ્યો હતો. તેણે 4 મેચોમાં 239 રન બનાવ્યા હતા જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 243.87 જેટલો ઊંચો હતો અને તેણે 22 છક્કા પણ ફટકાર્યા હતા. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે છક્કા મારનાર અને સૌથી ઝડપી રન બનાવનાર બેટ્સમેન પણ હતો. તેનો સૌથી મોટો સ્કોર 144 રનનો રહ્યો હતો જેના કારણે તેને હવે મોટી સીરિઝમાં તક મળવાની પૂરી શક્યતા છે.

IND A માટે રેડ બોલ સિરીઝમાં પણ રમશે સૂર્યવંશી?

ઈમર્જિંગ એશિયા કપ 2025માં વૈભવ સૂર્યવંશીએ India A માટે જે પ્રદર્શન કર્યું છે, તેને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયા A સામેની વનડે સીરિઝમાં તેમને રમવાની પૂરી શક્યતા છે. જોકે, તેના પહેલા રમાનારી 2 મલ્ટી-ડે મેચોની સીરિઝમાં તેઓ રમશે કે નહીં તે હજી નિશ્ચિત નથી. જો તેઓ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા A સામે રમે છે તો આ પહેલીવાર હશે જ્યારે તેઓ પુડુચેરીમાં રમતા જોવા મળશે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ ઇસકી ટોપી ઉસકે સર! માત્ર દોઢ કલાકની અંદર હેનરિક ક્લાસેનએ પોતાને નામ કરી ઓરેન્જ કેપ

ભારતની મહિલા ટીમનું પણ શિડ્યુઅલ જાહેર

BCCI એ ભારતની મહિલા ક્રિકેટ ટીમ અને ઝિમ્બાબ્વે વચ્ચેની વ્હાઇટ બોલ સીરિઝનું શેડ્યૂલ જાહેર કર્યું છે, જેમાં ઝિમ્બાબ્વેની ટીમ ઓક્ટોબરમાં ભારત આવશે અને 3 T20 તથા 3 વનડે મેચ રમશે. T20 સીરિઝના ત્રણેય મેચ રાયપુરમાં 16, 18 અને 20 ઓક્ટોબરે રમાશે, જ્યારે વનડે સીરિઝ વડોદરામાં યોજાશે અને તે મેચ 23, 25 અને 28 ઓક્ટોબરે રમાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India A vs Australia A series Emerging Asia Cup 2025 stats Vaibhav Suryavanshi performance
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ