ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / આંટીએ તો હદ વટાવી! અંડરવિયરની જ થેલી બનાવી દીધી, અને પહોંચ્યા શાકભાજી લેવા

Viral Video / આંટીએ તો હદ વટાવી! અંડરવિયરની જ થેલી બનાવી દીધી, અને પહોંચ્યા શાકભાજી લેવા

Published By: Nidhi Panchal

Last Updated: 03:25 PM, 12 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં જુગાડની ક્યારેય કમી નથી અને તેનો એક અનોખો ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. એક મહિલાએ પોતાના પતિના જૂના અન્ડરવેરથી શાકભાજીની બેગ બનાવી, જેને જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા.

ADVERTISEMENT

ભારતમાં જુગાડની કોઈ કમી નથી. રોજિંદી જીવનમાં સામાન્ય વસ્તુઓને અનોખી રીતે ઉપયોગ કરનાર લોકો આપણા દેશના દરેક ખૂણામાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તો રોજ કોઈને કોઈ જુગાડનો વીડિયો વાયરલ થતો રહે છે. ક્યારેક આ વીડિયો લોકોને હસાવી નાખે છે તો ક્યારેક લોકો એ જુગાડની પ્રશંસા કરતા નથી થકતા. હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે અને હસતાં-હસતાં લોટપોટ થઈ ગયા છે.

Viral-Video

આ વીડિયો એક શાકભાજી બજારનો છે. અહીં એક મહિલા શાકભાજી ખરીદવા માટે પહોંચી હતી. સામાન્ય રીતે તો લોકો શાકભાજી લેવા માટે બજારમાં થેલી અથવા બેગ લઈને જાય છે. પરંતુ આ મહિલાની બેગ જ અનોખી નીકળી. શાકભાજી વેચનાર શાકભાજીનું વજન કરીને મહિલાની બેગમાં મુકે છે. પરંતુ આ કોઈ સામાન્ય બેગ નહોતી. મહિલાએ પોતાના જુગાડુ દિમાગનો ઉપયોગ કરીને તેના પતિના જૂના અન્ડરવેરને સીવીને એક બેગ બનાવી હતી. આ બેગમાં શાકભાજી રાખવા માટે સારી જગ્યા પણ હતી અને તેને હાથમાં લટકાવવા માટે પટ્ટો પણ લગાવેલો હતો.

app promo5

જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો ત્યારે લોકો હસતાં હસતાં પાગલ થઈ ગયા. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @pro_admin9 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી લાખો લોકોએ આ વીડિયો જોયો છે અને હજારો લોકોએ તેને લાઈક પણ કર્યો છે. જો કે આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તેની ચોક્કસ માહિતી મળી નથી.

આ પણ વાંચો : Video: હવે ઓરીજનલ THARનું શું થશે? 'મીની થાર'ના વાયરલ વીડિયોએ વધાર્યું ટેન્શન!

લોકોએ વીડિયોપર રમૂજી ટિપ્પણીઓ કરી છે. કોઈએ લખ્યું કે “માસી કહી રહી છે કે અમે ગરીબી જોઈ છે.” તો કોઈએ મજાકમાં લખ્યું કે “માસીએ જુગાડની બધી હદો પાર કરી દીધી.” કેટલાક લોકો માનતા હતા કે કદાચ આ જુગાડ ફક્ત વાયરલ થવા માટે કરવામાં આવ્યો છે. પરંતુ હકીકત એવી છે કે આ અનોખી બેગે સામાન્ય લોકોને પણ અચંબામાં મુકી દીધા છે અને મહિલાની બુદ્ધિશાળી વિચારશક્તિને બધાએ વખાણી છે. આ વીડિયો ફરી એકવાર સાબિત કરે છે કે આપણા દેશમાં જુગાડુ દિમાગની ક્યારેય કમી નથી અને લોકો રોજિંદી જીવનમાં એવી અજાયબી વિચારો લાવે છે કે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Woman Makes Bag Jugaad Viral Video

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ