ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / Video: હવે ઓરીજનલ THARનું શું થશે? 'મીની થાર'ના વાયરલ વીડિયોએ વધાર્યું ટેન્શન!

વાયરલ / Video: હવે ઓરીજનલ THARનું શું થશે? 'મીની થાર'ના વાયરલ વીડિયોએ વધાર્યું ટેન્શન!

Published By: Priykant Shrimali

Last Updated: 10:45 AM, 12 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Thar Lookalike Mini Car : જ્યારથી આવી આ કાર, ત્યારથી થાર મુશ્કેલીમાં ?એક યુવકના જુગાડ અને ક્રીએટિવિટીનો ચમત્કાર, જુઓ અહીં સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો

ADVERTISEMENT

Viral Thar Lookalike Mini Car : આપણે ત્યાં જ્યારે પણ શ્રેષ્ઠ દેખાવ, શક્તિશાળી પ્રદર્શન અને રફ-એન્ડ-ટફ લુકવાળી કારની વાત થાય છે, ત્યારે સૌથી પહેલું નામ લોકોને મહિન્દ્રા થારનું જ યાદ આવે છે. થાર વર્ષોથી ભારતમાં યુવાનોની પહેલી પસંદ રહી છે. પછી એ શહેરના બ્રિજ પર ડ્રાઈવ હોય કે ગામડાની કાચી પાંખે ફરવાનો મનસૂબો હોય, થાર દરેક જગ્યાએ રાજ કરે છે. પરંતુ હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ લોકોના વિચારો જ બદલી નાખ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક પોતાના ઘરના ગેટમાંથી એક નાની કાળી કારને રિવર્સમાં બહાર કાઢે છે. દેખાવમાં તે એકદમ થાર જેવી લાગે છે, પણ આ એક ફૂલ સાઈઝ SUV નથી-આ છે થાર જેવી એક નાની કાર જેનુ કદ એટલું નાનું છે કે બે વ્યક્તિથી વધુ લોકો બેસી પણ ન શકે. પરંતુ કારની બોડી ડિઝાઇન, કલર અને એસ્ટેટિક્સ એવાં છે કે પહેલી નજરે કોઈ પણ જણ આને થારનો નવો મોડેલ કહી બેસે! વિડીયોમાં તે યુવક સાથે એક યુવતી પણ કારમાં બેઠેલી દેખાય છે. કારને જોઈને લોકો એટલા ચકિત થઈ ગયા છે કે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થવા લાગ્યો.

હવે જાણો આ કારમાં શું ખાસ છે?

CAR નું કદ ખૂબ નાનું છે, છતાં તેનો લુક થાર જેવી જ છે. તે એક ટેક્નિકલ જુગાડથી બનાવેલી લાગે છે. કેટલાક યુઝર્સનું માનવું છે કે આ એક ઇલેક્ટ્રિક વર્ઝન હોઈ શકે છે. આ કાર "મેડ ફ્રોમ સ્ક્રેચ" લાગી રહી છે એવાં શોખીન લોકોના હાથનું કામ લાગે છે જેમણે નાની નાની વસ્તુઓથી મોટી ક્રીએશન બનાવી હોય.

વિડીયો બન્યો ઈન્ટરનેટ સેન્સેશન

આ વીડિયો @RealTofanOjha નામના યુઝરે X (પૂર્વTwitter) પર શેર કર્યો હતો. તેણે કેપ્શન આપ્યું કે: "થારની કારકિર્દી જોખમમાં છે, થાર કંપની હવે આ યુવકને શોધી રહી છે!" માત્ર થોડા કલાકોમાં જ વીડિયોએ 1 લાખથી વધુ વ્યૂઝ પાર કર્યા અને યુઝર્સ વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો.

આ પણ વાંચો : VIDEO: આંટીએ હદ વટાવી! અન્ડરવેર હાથમાં લઈને બજારમાં નીકળી, વીડિયો વાયરલ

યુઝર્સ કરી રહ્યા છે કોમેન્ટ

આ વીડિયોમાં યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે, આ માણસે પોતાનું EV બનાવ્યું છે અને એ પણ થાર જેવા લુકમાં, હવે સાચી થારને પરસેવો આવશે. કાર બહુ જ ક્યૂટ છે, બાળકો માટે પર્ફેક્ટ લાગે છે. શું વસ્તુઓનો દુરુપયોગ છે કે ઈનોવેશન? બંને લાગણી વચ્ચે ફસાઈ ગયા છીએ. આ સાથે અન્ય એક યુઝર્સે લખ્યું કે, થાર હવે મોંઘી પડી રહી છે, લોકો પોતાનું મોડેલ બનાવી રહ્યાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral videos mini Thar Social media

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ