બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / ફ્લાઇટમાં આમ જનતાની જેમ ટ્રાવેલિંગ કરતા નજરે પડ્યાં 'સુપરસ્ટાર', પેસેન્જર્સ જોતા રહી ગયા

Viral / ફ્લાઇટમાં આમ જનતાની જેમ ટ્રાવેલિંગ કરતા નજરે પડ્યાં 'સુપરસ્ટાર', પેસેન્જર્સ જોતા રહી ગયા

Nidhi Panchal

Last Updated: 01:11 PM, 8 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કલ્પના કરો, તમે ફ્લાઇટમાં બેઠા હો અને તમારી બાજુમાં બેઠો હોય ભારતનો સૌથી મોટો સુપરસ્ટાર! હા, એવું જ બન્યું જ્યારે થલાઈવા રજનીકાંત ઇન્ડિગોની ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા જોવા મળ્યા, અને ત્યાર પછી તો આખી ફ્લાઇટમાં ચાહકોનો ઉત્સાહ છવાઈ ગયો.

ક્યારેક જીવનમાં એવા પળો આવે છે જે ભૂલાય નહીં... વિચારો, જો તમે ફ્લાઇટમાં બેઠા હો અને અચાનક તમારી બાજુમાં સુપરસ્ટાર રજનીકાંત બેઠા હોય તો? એ ક્ષણ તમારા માટે સપનાથી ઓછું નહીં હોય!

rajnikant-2

હા, આવું જ બન્યું જ્યારે “થલાઈવા” રજનીકાંત ઇન્ડિગો એરલાઇનની ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા જોવા મળ્યા. સામાન્ય રીતે મોટા સ્ટાર્સ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરે છે, પરંતુ રજનીકાંતે પોતાની સાદગીથી ફરી એક વાર દિલ જીતી લીધાં. ફ્લાઇટના મુસાફરોને જ્યારે ખબર પડી કે તેમના સાથે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત છે, ત્યારે આખી ફ્લાઇટમાં ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ.

vtv app promotion

લોકો તેમની એક ઝલક જોવા આતુર બની ગયા. ત્યારે થલાઈવા પોતાની સીટ પરથી ઊભા થયા, સૌને હાથ હલાવ્યો અને સ્મિત સાથે અભિવાદન કર્યું. આ ક્ષણ એટલી ખાસ હતી કે દરેક મુસાફરે પોતાનો ફોન કાઢી રેકોર્ડિંગ શરૂ કરી દીધું. રજનીકાંતની આ ટૂંકી ઝલક લોકોને માટે જીવનનો અનમોલ ક્ષણ બની ગઈ.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

માત્ર સાત સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ઇન્સ્ટાગ્રામ યુઝર @madmaniiee એ આ વીડિયો પોસ્ટ કર્યો હતો અને કૅપ્શનમાં લખ્યું, “થલાઈવરના ધરીસનમ સાથે તમારા દિવસની શરૂઆત કરતાં વધુ સારું શું હોઈ શકે?” માત્ર એક જ દિવસમાં આ વીડિયોને 3.1 મિલિયનથી વધુ વ્યૂઝ, 3 લાખ લાઇક્સ, અને લગભગ 2.5 લાખ ટિપ્પણીઓ મળી ગઈ.

રસપ્રદ ટિપ્પણીઓ

ફેન્સે પોસ્ટ પર અનેક રસપ્રદ ટિપ્પણીઓ કરી. એક યુઝરે લખ્યું, “જ્યારે તમે આ ઉર્જાનો બંડલ જોશો, ત્યારે દિવસ સારો જ જશે.” બીજાએ મજાકમાં લખ્યું, “પાઇલટે કહ્યું હશે – મહિલાઓ અને સજ્જનો, આજે વિમાનની બારીમાંથી તારાઓ નહીં દેખાય, કારણ કે એક તારો વિમાનની અંદર બેઠો છે!”

આ પણ વાંચો : 'ભજન ક્લબિંગ ટ્રેન્ડ' શું છે? Gen-Zમાં આટલું લોકપ્રિય કેવી રીતે બન્યું? જાણો બધુ જ

રજનીકાંતની સાદગી અને સૌમ્ય સ્વભાવ હંમેશા લોકોના દિલ જીતી લે છે. તેમની ફિલ્મો સાઉથથી લઈને ઉત્તર ભારત સુધી ચાહકોના દિલમાં રાજ કરે છે. દરેક પેઢી માટે થલાઈવા માત્ર એક અભિનેતા નથી, પણ એક પ્રેરણા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajinikanth Indigo Flight Viral Video
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ