બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:29 PM, 6 November 2025
Bhajan Clubbing Trend: તમે Clubbing, DJ, Disco આ બધા વિષે તો જાણતા જ હશો પણ આજકાલ યુવાઓમાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે અને આ ટ્રેન્ડ છે ' Bhajan Clubbing' હવે આ ભજન ક્લબિંગ શું છે અને કેમ તે GenZ માં ખાસ લોકપ્રિય છે ચાલો જાણીએ.
ADVERTISEMENT
આજકાલ સોશિયલ મીડિયા પર “ભજન ક્લબિંગ” નામનો નવો ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે. ખાસ કરીને GenZમાં આ ટ્રેન્ડ ખુબ જ લોકપ્રિય બની રહ્યો છે. કોફી શોપ, લાઉન્જ, પાર્ક કે કોલેજ કેન્ટીન જેવા સ્થળોએ યુવાનો આધુનિક સંગીતના તાલ પર ભજન ગાતા અને નાચતા જોવા મળે છે. ગિટાર, ડ્રમ અને માઇક્રોફોન સાથે ભક્તિ સંગીતનો અનોખો મેળાવડો યોજાય છે. આ રીતે ભજન સાંજને આધુનિક પાર્ટી-સ્ટાઇલમાં માણવાની નવી રીતને “ભજન ક્લબિંગ” કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આધુનિક સંગીતમાં ભક્તિનો સ્પર્શ
આ ટ્રેન્ડની શરૂઆત ત્યારે થઈ જ્યારે સોશિયલ મીડિયા પર @backstagesiblings હેન્ડલ દ્વારા શેર કરાયેલા એક વીડિયોએ ધૂમ મચાવી. આ વીડિયોમાં સેંકડો યુવાનો એક હોલમાં “શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી” ભજન ગાતા, તાળીઓ પાડતા અને નાચતા જોવા મળ્યા હતા. લાઇટ્સ, સ્ટેજ અને મ્યુઝિક સાથેનો આ માહોલ નાઈટક્લબ જેવો લાગતો હોવા છતાં, તેમાં ભક્તિની ઊંડાઈ હતી. આ રીતે GenZ
ADVERTISEMENT
આધુનિક સંગીત સાથે ભગવાનના ભજનમાં તન્મય બનીને જોડાઈ રહ્યા છે, જે આધ્યાત્મિકતા અને આનંદ બંને એક સાથે આપે છે. આ ભજન સમારોહ હૈદરાબાદમાં યોજાયો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO: ભેજાબાજોની ક્યાં કમી છે, આવો જુગાડ તમે ક્યારેય નહીં જોયો હોય, જુઓ વીડિયો
ADVERTISEMENT

ADVERTISEMENT

ભજન ક્લબિંગ માત્ર મજા કે સંગીત માટે નહીં, પણ એક આધ્યાત્મિક અનુભવ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. આ ટ્રેન્ડ યુવાનોને તેમના ધર્મ, સંસ્કૃતિ અને સામાજિક જોડાણ સાથે ફરી જોડે છે. જો કે આ માત્ર GenZ માટે જ છે એવું નથી આમાં ભાગ લેનારાઓ કોઈપણ ઉંમરના હોઈ શકે છે. કોઈપણ વ્યક્તિ ભજન ક્લબિંગમાં ભાગ લઈ શકે છે. સોશિયલ મીડિયા પર લોકો આ પ્રકારના કાર્યક્રમો પોતાના શહેરોમાં યોજાય તેની રાહ જોઈ રહ્યા છે. ઘણા લોકોએ કમેન્ટમાં લખ્યું કે “જનરેરશન ઇસ હીલિંગ' તો અન્ય એક યુઝરે લખ્યું કે 'હું બેંગલોરમાં આવા શોની રાહ જોઈ રહ્યો છું. તો અન્ય એકે કહ્યું કે ' હું દિલ્હીમાં આની રાહ જોઈ રહ્યો છું.' તો મોટા ભાગના લોકોએ 'હરે કૃષ્ણા લખીને પ્રતિક્રિયા આપી.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.