ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:09 PM, 6 November 2025
ADVERTISEMENT
સોશિયલ મીડિયા એટલે વાયરલ કન્ટેન્ટનો એક હરતો-ફરતો અડ્ડો કે જ્યાં કન્ટેન્ટ ક્યારેય ખતમ થતું નથી. લોકોનો ડેટા ખતમ થઈ જાય છે, ફોનની બેટરી ખતમ થઈ જાય છે, પણ વીડિયો અને પોસ્ટ્સ ક્યારેય ખતમ થતા નથી. ઘણીવાર તો તો સ્ક્રોલ કરતા-કરતા પણ થાકી જવાય એટલી પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર હોય છે. ત્યારે આ બધી પોસ્ટ વચ્ચે ઘણો એવો કન્ટેન્ટ હોય છે કે જે આપણે પહેલા ક્યારેય જોયો નથી હોતો. ઘણીવાર વિચિત્ર જુગાડના પણ વીડિયો વાયરલ થતા હોય છે. આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને તમે કહી ઉઠશો કે શું જુગાડ કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આપણે ઘણા વાહનો જોયા હશે કે જેમાં બેક કેમેરા લાગેલા હોય છે. કારમાં પાછળ લાગેલા કેમેરાને લીધે કારને રીવર્સમાં લેવામાં સરળતા રહે છે, પણ વિચારો કે એવી ગાડી છે કે જેમાં પાછળ કેમેરા નથી લાગેલા, તો શું કરશો? રિયર વ્યૂ મિરરમાં જોઇને પણ કાર રીવર્સ કરી જ શકાય. પણ ના, એવું નહીં કરવાનું, પણ ગજબ જુગાડ કરવાનો. તો એવામાં જે લોકો જુગાડ કરે છે, એ લોકો પોતાનું મગજ ચલાવશે, જેવું આ વ્યક્તિએ કર્યું. આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાય છે કે એક વ્યક્તિએ પોતાની કારમાં પાછળ CCTV કેમેરા લગાવી દીધો છે. કોઈએ આ જોયું અને વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચો: VIDEO: જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે તો પણ ટેન્શન ફ્રી જ રહેવું, મોજ પડી જાય તેવો વીડિયો
ADVERTISEMENT
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર rizwan_meerut નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં હજારો લોકોએ આ વીડિયો લાઇક કર્યો છે. વીડિયો જોયા પછી, એક યુઝરે કોમેન્ટ કરી - CCTV કેમેરા જ કહી દો. બીજા યુઝરે લખ્યું - ગાડીથી મોંઘો તો CCTV કેમેરા લગાવ્યો છે. ત્રીજા યુઝરે લખ્યું - બેક કેમેરા નહીં, CCTV કેમેરા. ચોથા યુઝરે લખ્યું - તમે CCTVની દેખરેખ હેઠળ છો.
Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT