ન્યૂઝ અપડેટ્સ
VTV / Viral / VIDEO: જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે તો પણ ટેન્શન ફ્રી જ રહેવું, મોજ પડી જાય તેવો વીડિયો
Last Updated: 12:06 PM, 6 November 2025
ADVERTISEMENT
Viral Video: આજકાલ, લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ સમયે સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતા જ હોય છે. મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. લોકો પોતાના ફ્રી સમયનો ઉપયોગ સોશિયલ મીડિયા પર જ યુઝ કરે છે. ત્યારે આવા જ લોકોને લીધે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતો કન્ટેન્ટ વાયરલ થતો હોય છે. રોજ લોકોની હરકતોના ઘણા નવા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં પણ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એમ તો કશું ખાસ નથી,પણ જે છે તે ખૂબ જ અનોખું છે. વાત એમ છે કે કોઈ કારણોસર, એક ટ્રક પલટીને સાઇડ પર પડી ગઈ છે. રસ્તાની સાઇડ પર થોડી જગ્યા છે અને એ પછી ખેતર છે. ટ્રક ખેતરમાં તો નથી ગઈ, પણ ખેતર અને રસ્તાની વચ્ચેની જગ્યામાં પડી છે. આની થોડે દૂર એ જ લાઈનમાં એક યુવક આરામથી પડેલો જોવા મળે છે. આ વીડિયો એટલા માટે વાયરલ થઈ રહ્યો છે કે તે આ ટ્રકનો ડ્રાઈવર છે અને તેને જરા પણ ચિંતા નથી, તે આરામથી આડો પડેલો છે.
ADVERTISEMENT

આ પણ વાંચો: ગજબ હો બાકી, આ દેશમાં થાય છે વિચિત્ર રીતે ખેતી, ખેડૂતો દિવાલ પર ઉગાડે છે ડાંગર, ઘઉં અને શાકભાજી
ADVERTISEMENT
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર giriraj6263 નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'બસ જીવનમાં આટલું ટેન્શન ફ્રી હોવું જોઈએ.' અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયો જોયો અને લાઇક કર્યો છે. વીડિયો જોયા પછી લોકોના રિએક્શન પણ સામે આવ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું - તે ડ્રાઇવર છે, મૃત્યુ સાથે રમી આવ્યો છે. બીજા યુઝરે લખ્યું - તેના દિલથી પૂછો તેના પર શું વીતી રહી છે. ત્રીજા યુઝરે લખ્યું - ટેન્શન તો માલિક લેશે, આ તો ડ્રાઇવર છે. આ સિવાય ઘણા યુઝર્સે હસવાનું રિએક્શન પણ આપ્યું છે.
Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT