બ્રેકિંગ ન્યુઝ
VTV / Viral / ગજબ હો બાકી, આ દેશમાં થાય છે વિચિત્ર રીતે ખેતી, ખેડૂતો દિવાલ પર ઉગાડે છે ડાંગર, ઘઉં અને શાકભાજી
Last Updated: 08:48 AM, 6 November 2025
Vertical Farming: વર્તમાન સમયમાં દરેક સેક્ટરમાં ટેકનોલોજી નોંધપાત્ર રીતે આગળ વધી છે. ખાસ કરીને કૃષિમાં પણ ઘણી તકનીકો આવી ગઈ છે કે જેને અપનાવીને ખેતીને સરળ બનાવી શકાય અને વધુમાં વધુ પાકનું ઉત્પાદન થઈ શકે. હવે જયારે ખેતીની વાત આવે ત્યારે જમીન અને ખેડૂતો યાદ આવે, કારણ કે સમય રીતે લોકોમાં એવી સમજણ છે કે ખેતી તો જમીન પર જ થાય અને ખેડૂતો જ કરે. પણ હવે એવું નથી. ખેતી દિવાલો પર પણ થાય છે. વિશ્વમાં એક એવો દેશ છે કે જ્યાં દિવાલો પર પણ ખેતી કરવામાં આવે છે.
ADVERTISEMENT
Vertical farming is a 21st century way of maximizing agricultural output in a small space. It uses cutting-edge technology like aeroponic towers as as-needed watering systems.
— Interesting Engineering (@IntEngineering) October 16, 2024
🎥 jamaicatowerfarms / IG pic.twitter.com/xzhMKm3238
આ દેશ છે ઇઝરાયલ કે જ્યાં ચોખા અને ઘઉંની સાથે, શાકભાજી પણ દિવાલો પર ઉગાડવામાં આવે છે. આ તકનીક હવે ધીમે-ધીમે વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ રહી છે. આ તકનીકને વર્ટિકલ ફાર્મિંગ એટલે કે દિવાલ પર ખેતી કહેવામાં આવે છે. ચાલો જાણીએ શું છે વર્ટિકલ ફાર્મિંગ.
ADVERTISEMENT

વર્ટિકલ ફાર્મિંગ ઇઝરાયલમાં નોંધપાત્ર પ્રમાણમાં થાય છે. હકીકતમાં, ઇઝરાયલ અને અન્ય ઘણા દેશોમાં ખેતીલાયક જમીનની તીવ્ર અછત છે અને આ સમસ્યાને દૂર કરવા માટે, ત્યાંના લોકોએ વર્ટિકલ ફાર્મિંગ અપનાવી લીધી છે. વર્ટિકલ ફાર્મિંગમાં છોડ કુંડામાં નાના-નાના યુનિટ્સમાં વાવવામાં આવે છે, અને સાથે જ એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે કે છોડ કુંડામાંથી ન પડે. આ કુંડામાં સિંચાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જો કે, અનાજ ઉગાડવા માટે, યુનિટ્સને થોડા સમય માટે દિવાલ પરથી કાઢી લેવામાં આવે છે અને પછી ફરીથી દિવાલ પર લગાવી દેવામાં આવે છે.
ADVERTISEMENT

આ પણ વાંચો: VIDEO : ઉડતા વિમાનના દરવાજા પર લટકી યુટ્યુબર, વીડિયો જોઈને તમારો પણ જીવ અધ્ધર થઈ જશે
ADVERTISEMENT
ઇઝરાયલ સિવાય હવે વર્ટિકલ ફાર્મિંગ એટલે કે દીવાલ પર ખેતીની આ તકનીક અમેરિકા, યુરોપ અને ચીનમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. આ પ્રકારની ખેતીનો સૌથી મોટો ફાયદો એ છે કે દિવાલ પર છોડ રાખવાથી ઘરનું તાપમાન વધતું નથી અને આસપાસના વાતાવરણમાં પણ ભેજ જળવાઈ રહે છે. સાથે જ તેનાથી ધ્વનિ પ્રદૂષણની અસર પણ ઘટે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.