ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Viral Video on Social Media of mother Lioness showering love on its cubs

વીડિયો / 'મેરા માં કે બરાબર કોઇ નહીં', માતાને જોતા જ સિંહણના બચ્ચાંઓએ એવી દોટ મૂકી કે Video જોઇ ખુશ થઇ જશો

Published By: Vidhata

Last Updated: 09:43 AM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં એક માતા અને તેના બચ્ચાંનો દિલ ખુશ કરી નાખે એવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં નાના બચ્ચા તેમની માતા સિંહણને જોતાની સાથે જ ખુશીથી ઝૂમી ઉઠે છે અને દોડીને ગળે લાગી જાય છે.

ADVERTISEMENT

Viral Video: એ વાત સાવ સાચી છે કે જંગલનું જીવન માણસોની દુનિયાથી તદ્દન અલગ હોય છે, કારણ કે જંગલના પોતાના નિયમો અને કાયદાઓ હોય છે. જંગલમાં રહેતા હિંસક પ્રાણીઓ પોતાને જીવિત રાખવા માટે અન્ય પ્રાણીઓ પર આધાર રાખે છે. જો કે, માણસોની દુનિયા અને અને જંગલની દુનિયામાં એક વસ્તુ એવી છે કે જે એકસરખી જોવા મળે છે. એ છે માની મમતા અને તેનો પ્રેમ... હા, માદા પ્રાણીઓમાં પણ પોતાના બચ્ચા માટે એવી જ મમતા જોવા મળે છે, જેવી મનુષ્યોમાં... તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં માતા સિંહણ અને તેના બચ્ચાની હરકત દિલ જીતી રહી છે. બચ્ચા તેમની માતા સિંહણને જોતાની સાથે જ આનંદથી કૂદીને તેની પાસે દોડી જાય છે અને તેને ગળે લાગી જાય છે. 

જુઓ વીડિયો- 

યૂટ્યુબ પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં દેખાતી સિંહણ કમ્બુલા છે, જે તેના પેટની નીચે દૂધના નિશાનથી ઓળખાય છે. આ વીડિયો ત્યાં હાજર ગાઈડ અને ફોરેસ્ટ રેન્જર્સ દ્વારા શૂટ કરવામાં આવ્યો છે, જે લોકોના દિલ જીતી રહ્યો છે.

વધુ વાંચો: પર્યટકો ભરેલી ગાડી હાથીએ સૂંઢથી જ કરી નાખી ઉંચી, પછી જે થયું...

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જેવા બચ્ચા માતા સિંહણને જુએ છે કે તરત જ આનંદથી ઉછળી પડે છે. આ બધા બચ્ચા દોડીને તેમની માતા પાસે આવે છે અને સિંહણ પણ તેમને પોતાની પાસે આવતા જોઈને ખૂબ જ ખુશ દેખાય છે. આ તમામ બચ્ચા તેમની માતા પાસે પહોંચે છે અને ગળે લાગી છે અને તેમની સિંહણ જોડે આનંદથી કૂદતા જોવા મળે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ