બ્રેકિંગ ન્યુઝ
આમ તો સોશિયલ મીડિયા પર હાથીના ઘણા વીડિયો વાયરલ થતા જ રહેતા હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તમારા હોંશ ઉડાવી દેશે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગુસ્સે ભરાયેલો હાથી પોતાની સૂંઢથી પર્યટકો ભરેલી બસને ઉઠાવી લે છે અને પોતાની સંપૂર્ણ તાકાત લગાવીને તેને પાડી દેવાનો પ્રયત્ન કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને લાખો લોકો જોઈ ચુક્યા છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે- "આજે દક્ષિણ આફ્રિકા જઈ રહ્યો છું. પશુ અભિયારણ કે અનાથાશ્રમ માટે કોઈ સજેશન કે કોઈને રક્ષણના પ્રયત્નો કે સોશિયલ મીડિયા માટે શૈક્ષણિક પ્રચાર માટે થોડી મદદની જરૂર હોય તો."
વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું છે- ભાઈ તેના દાંત કેટલા મજબૂત છે. બીજા એક યુઝરે લખ્યું- આ જાનવરોના સ્થાનનું સન્માન ન કરવાનો સંકેત છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વાહન રસ્તા પર ઉભુ છે. વાહનની સામે ગુસ્સે ભરાયેલો હાથી છે.
ADVERTISEMENT
વાહનને જોઈને હાથીને તેના પર ગુસ્સો આવી જાય છે તે પોતાની સૂંઢથી વાહનને ઉઠાવી લે છે અને પોતાની સંપૂર્ણ તાકાત લગાવીને તેને પાડવાનો પ્રયત્ન કરે છે. હાથીના આ એક્શનને જોઈને વાહનમાં હાજર લોકો બુમો પાડવા લાગે છે. ત્યારે જ હાથી વાહનને છોડી દે છે. ત્યાર બાદ વાહન તરત પાછળ હટી જાય છે અને તેમાં સવાર લોકો રાહતનો શ્વાસ લે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.