બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:06 AM, 11 July 2025
Viral Video: જોશમાં હોશ ખોઈ બેસવું આ કહેવત તમે પણ સાંભળી હશે. હાલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે તે આ કહેવતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. એક ઘટનામાં કેટલાક છોકરાઓએ મસ્તીમાં થારને નદીમાં ઉતારી અને તે નદીમાં ડૂબી ગઈ.
ADVERTISEMENT
ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના રાયપુર બ્લોકના માલદેવતા વિસ્તારમાં એક ખતરનાક બેદરકારીભરી ઘટના સામે આવી છે. ભારે વરસાદને કારણે સોંગ નદીમાં પૂર આવ્યું હતું અને આ દરમિયાન કેટલાક યુવાનોએ નશાની હાલતમાં પોતાની થાર નદીમાં ઉતારી અને નદીમાં આવેલા ભારે પ્રવાહને કારણે આખી કાર નદીના વહેણમાં ખેંચાઈ ગઈ. આ ઘટના બપોરે બની હોવાનું કહેવાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
ઘટનાનો વાયરલ વીડિયો
ADVERTISEMENT
એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક યુવાનો પિકનિક માણવાના ઇરાદાથી માલદેવતા પહોંચ્યા હતા. દેહરાદૂનથી લગભગ 12 કિમી દૂર માલદેવતા એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. જે સોંગ નદીના કિનારે સ્થિત તેના કુદરતી સૌંદર્ય અને હરિયાળી માટે જાણીતું છે. તાજેતરના દિવસોમાં પડેલા વરસાદને કારણે સોંગ નદીના પાણીનું સ્તર ઘણું વધી ગયું હતું. આમ છતાં નશામાં ધૂત યુવાનોએ સ્ટંટ અને સાહસના શોખીનમાં પોતાનું થાર વાહન નદીની વચ્ચે લઈ ગયા. આ ઘટનાનો ચોંકાવનારો વાયરલ વીડિયો જુઓ.
रायपुर के मालदेवता में पिकनिक मनाना पड़ा युवकों को भारी,
— Danish Khan (@danishrmr) July 10, 2025
नदी में उतार दी थार गाड़ी, pic.twitter.com/PCkW1fCQ6b
ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO: ગુજરાતીઓએ લોકોનું દિલ જીતું લીધું! ભાષા વિવાદ વચ્ચે વીડિયો વાયરલ

ADVERTISEMENT
મોટી દુર્ઘટના ટળી ગઈ
આ વિડીયો સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર @danishrmr નામના આઈડી પરથી શેર કરવામાં આવ્યું છે. નદીનો જોરદાર પ્રવાહ વાહનને ખેંચી ગયું અને થોડી જ વારમાં થાર નદી પર બોટની જેમ વહેવા લાગી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે નદીની વચ્ચે ફસાઈ ગયા બાદ કાર ઝડપથી પ્રવાહમાં તણાઈ ગઈ. સદનસીબે કારમાં સવાર તમામ યુવાનો સમયસર બહાર નીકળી ગયા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. જો બધા લોકો સમયસર કારમાંથી બહાર નીકળી શક્યા ન હોત તો આ ઘટના મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકી હોત.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.