બ્રેકિંગ ન્યુઝ
સોશિયલ મીડિયા પર આજકાલ ક્યારે શું વાયરલ થઈ જાય એ કહેવું મુશ્કેલ છે. ખાસ કરીને જુગાડ ટેકનીકના વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થતા હોય છે. કોઈ ઝૂંપડા જેવી ગાડી બનાવી નાખે છે તો કોઈ ઇંટોથી કૂલર બનાવી દે છે, તો જુગાડ કરીને કારને હેલિકોપ્ટરમાં બદલી નાખે છે. આવા દેશી જુગાડના ઘણા વીડિયો વાયરલ થાય છે જેને જોઇને લોકોનું માથું ચકરાઈ જાય છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ માટીના માટલાને ઓટોમેટિક માટલામાં ફેરવું દીધું છે. આ વીડિયો જોઇને લોકો એ વ્યક્તિના જુગાડની ટેકનીકનાં ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. આ જુગાડને જોઇને લોકો જુદાજુદા રિએકશન આપી રહ્યા છે. એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું - માટલા કરતા મોંઘી તો આમાં વસ્તુઓ લાગી છે. તો બીજા એક યુઝરે લખ્યું કે આટલી વારમાં તો હું પાણી કાઢીને પીને જતો પણ રહું. તો ત્રીજા વ્યક્તિએ લખ્યું કે આ ટેલેન્ટને છુપાવીને રાખો.
વધુ વાંચો: SHOKING! જુઓ રૂપિયાના બંડલમાંથી નોટ કઈ રીતે સેરવી લેવાય છે? આવ્યો ચોંકાવનારો Video
ADVERTISEMENT
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે માટલામાં પાઈપ લગાવવામાં આવી છે અને સાથે જ મોટર લગાવી છે. જુગાડ કરીને માટલાને ઓટોમેટિક માટલું બનાવી દીધું છે. આની ખિયત એ છે કે આ માટલા પર લગાવવામાં આવેલી પાઈપની નીચે ગ્લાસ લઈ જવા પર પાણી ઓટોમેટિક ગ્લાસમાં આવવા લાગે છે. આ જોઇને લોકો ચોંકી ગયા છે અને આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.