ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Viral Video shows how people takes out notes from bundle

વાયરલ / SHOKING! જુઓ રૂપિયાના બંડલમાંથી નોટ કઈ રીતે સેરવી લેવાય છે? આવ્યો ચોંકાવનારો Video

Published By: Vidhata

Last Updated: 08:20 AM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે કેવી રીતે લોકો નોટોના બંડલમાંથી પણ પૈસા ગાયબ કરી દે છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર દરરોજ લોકોના વિચિત્ર હરકતો કરતા વીડિયો વાયરલ થતા હોય છે, ક્યારેક કપલ્સના ડાન્સ, ડ્રામા તો ક્યારેક લડાઈ કરતા તો કયારેક અશ્લીલ હરકતો કરતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. પરંતુ એવું નથી કે માત્ર આવા વીડિયો જ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ક્યારેક કેટલાક વીડિયો એવા પણ હોય છે કે જે લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. ત્યારે વાત કરીએ હાલમાં વાયરલ થઈ રહેલા એક એવા વીડિયો વિશે કે જે આપણા ઘણા કામમાં આવી શકે છે. આ વીડિયોમાં એક વ્યક્તિએ એક અલગ પ્રકારના કૌભાંડ વિશે જણાવ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો જાણીએ કે આ વીડિયોમાં શું છે.

શું આવું સ્કેમ જોયું છે?

આપણે ઘણીવાર એવું કરીએ છીએ કે નોટોનું આખું બંડલ હોય તો આપણે નોટો ગણતા નથી, એવું વિચારીને કે બંડલ આખું છે એટલે પૈસા પૂરા જ હશે. જો તમે પણ આવું કરો છો તો હવેથી તેને ગણવા લાગજો, કારણ કે લોકો ખૂબ જ ચાલાકીથી બંડલમાંથી પૈસા ગાયબ કરી દે છે. વાયરલ વીડિયોમાં, વ્યક્તિ બંડલની અંદર એક પેન મૂકે છે અને પછી તેમાં એક નોટ મૂકે છે અને તેને રોલ કરે છે. આ પછી તે સરળતાથી બંડલમાંથી પૈસા કાઢી લે છે. વાયરલ વીડિયોમાં વ્યક્તિ જણાવે છે કે તેને પણ બંડલમાં ઓછા પૈસા મળ્યા હતા. આ પછી તે વીડિયોમાં બંડલમાંથી નોટો કાઢી લેવાની આખી રીત જણાવે છે.

વધુ વાંચો: આ છોકરીની હિંમતને સલામ! હાથેથી નહીં પણ પગેથી ચલાવે છે કાર, જુઓ વીડિયો

આ વીડિયો હાલ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું- હે ભગવાન, આ ખોટું છે. અન્ય એક યુઝરે લખ્યું - તમારો ખૂબ ખૂબ આભાર, હું આ રીતે બેંકમાંથી નીકળું છું, હવે હું ગણતરી કરીશ. ત્રીજા યુઝરે લખ્યું- હે ભગવાન, આવું પણ થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Scam bizarre trending video viral video Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ