ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / VIDEO: આવી ફાઈટ નહીં જોઈ હોય, મેટ્રોમાં મહિલા વચ્ચે ઢીસુમ ઢીસુમ

વાયરલ / VIDEO: આવી ફાઈટ નહીં જોઈ હોય, મેટ્રોમાં મહિલા વચ્ચે ઢીસુમ ઢીસુમ

Published By: Vidhata Gothi

Last Updated: 01:10 PM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Metro Fight Viral Video: ફરી એકવાર દિલ્હીની મેટ્રો ચર્ચામાં આવી ગઈ છે. મેટ્રોમાં બે મહિલાઓ એકબીજા સાથે બાખડી પડી અને બંનેની લડાઈનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. જુઓ વીડિયો.

ADVERTISEMENT

Viral Video: દિલ્હીની મેટ્રો ફક્ત મુસાફરીનું સાધન નથી, પરંતુ વિવાદ અને સંઘર્ષનું મેદાન પણ બની ગઈ છે! એવામાં ફરી એકવાર મેટ્રો ચર્ચામાં આવી ગઈ છે. મેટ્રોમાં લડાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવાઈ રહ્યું છે કે આ વીડિયો દિલ્હી મેટ્રોનો છે, જેમાં બે મહિલાઓ એકબીજા સાથે જબરદસ્ત લડાઈ કરતી દેખાઈ રહી છે.

દિલ્હી મેટ્રોમાં બે મહિલાઓ એકબીજા સાથે બાખડી પડી અને બંનેની લડાઈનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બે મહિલાઓ વચ્ચે જબરદસ્ત લડાઈ થતી દેખાઈ રહી છે. ઝઘડો એટલો વધી ગયો કે બંને એકબીજાના વાળ ખેંચી રહી છે, એક મહિલાએ બીજી મહિલાને સીટ પર પાડી દીધી ને તેના પર ચઢીને તેને મારવા લાગી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લડાઈ તેમની વચ્ચે સીટને લઈને થઈ હતી, જેને બીજા મુસાફરે રેકોર્ડ કરી લીધી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, જે વાયરલ થઈ ગઈ. આ વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

સીટ માટે થયો ઝઘડો

આ વીડિયો @gharkekalesh હેન્ડલ દ્વારા X પર શેર કરવામાં આવ્યો છે. સાથે કેપ્શનમાં લખ્યું છે - દિલ્હી મેટ્રોમાં સીટના મુદ્દા પર બે મહિલાઓ વચ્ચે ઝઘડો થયો. અત્યાર સુધીમાં આ પોસ્ટને હજારો અને લાખો વ્યૂઝ મળ્યા છે. સાથે જ કેટલાય યુઝર્સે આની પર પોતાનું રિએકશન આપી રહ્યા છે.

vtv app promotion

મહિલાઓ એકબીજા પર ચઢી ગઈ!

ફક્ત 23 સેકન્ડના વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ટ્રેન મેટ્રો સ્ટેશન પર ઉભી છે, દરવાજા ખુલતાની સાથે જ મુસાફરો નીચે ઉતરી રહ્યા છે, પરંતુ તે દરમિયાન બે મહિલાઓ ખરાબ રીતે લડતી જોવા મળી રહી છે. એક મહિલા કુર્તા-પાયજામામાં છે, જ્યારે બીજી જીન્સ અને શર્ટમાં દેખાઈ રહી છે. બંને એકબીજા સાથે બાખડી પડી છે અને એકબીજાના વાળ ખેંચી રહ્યા છે. જીન્સ પહેરેલી મહિલા બીજી મહિલાને સીટ પર પાડીને તેના પર બેસી ગઈ. આ દરમિયાન, એક છોકરી આવીને તેમને અલગ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ એકબીજાને છોડવા તૈયાર નથી.

આ પણ વાંચો: VIDEO : બેંગલુરુમાં રિક્ષા ચલાવતી છોકરીનો વીડિયો કેમ થઈ રહ્યો છે વાયરલ, જાણો કારણ

યુઝર્સના રિએકશન

આ વીડિયો પર ઘણા યુઝર્સ કોમેન્ટ કરીને પોતાનું રિએકશન આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું કે બધી સીટો ખાલી પડી છે, ત્યારે ઘણા લોકોએ કહ્યું કે દિલ્હી મેટ્રોમાં ક્યારેય મનોરંજનની કમી નથી હોતી. એક યુઝરે દાવો કર્યો કે આ બડકલ મોડ સ્ટેશન છે. જ્યારે બીજાએ લખ્યું - આ છે મહિલા સશક્તિકરણ! બીજા યુઝરે કોમેન્ટ કરી - જગ્યા તો ઘણી દેખાઈ રહી છે પણ તોય તેઓ લડી રહ્યા છે. જ્યારે ઘણા યુઝર્સે લખ્યું - દિલ્હી મેટ્રોમાં આપનું સ્વાગત છે!

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Metro Viral Video Metro Fight Video Viral Video

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ