ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / VIDEO : બેંગલુરુમાં રિક્ષા ચલાવતી છોકરીનો વીડિયો કેમ થઈ રહ્યો છે વાયરલ, જાણો કારણ

વાયરલ / VIDEO : બેંગલુરુમાં રિક્ષા ચલાવતી છોકરીનો વીડિયો કેમ થઈ રહ્યો છે વાયરલ, જાણો કારણ

Last Updated: 11:21 PM, 19 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગલુરુ શહેરમાં એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી ઑટો-રિક્ષા ચલાવતી દેખાઈ રહી છે.

ADVERTISEMENT

બેંગલુરુ શહેરમાં એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી ઑટો-રિક્ષા ચલાવતી દેખાઈ રહી છે. સામાન્ય રીતે સમાજમાં માનવામાં આવે છે કે મહિલાઓ ઑટો કે ટેક્સી ચલાવે તો તે કોઈ મજબૂરી કે આર્થિક તકલીફને કારણે હશે. પરંતુ આ યુવતીએ એ માન્યતા ખોટી સાબિત કરી છે. તેણે આ કામ મજબૂરીમાં નહીં, પરંતુ પોતાના શોખ માટે પસંદ કર્યું છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

વીડિયો શેર કરનાર પેસેન્જરે જણાવ્યું કે તેને લાંબા સમય સુધી કોઈ કેબ મળી નહોતી. એ દરમિયાન તેણે રસ્તા પર એક યુવતીને ઑટો ચલાવતા જોઈ. યુવતીનું નામ સફૂરા હોવાનું બહાર આવ્યું. પેસેન્જરે જણાવ્યું કે આ પહેલીવાર હતું જ્યારે તે કોઈ મહિલાના ચલાવેલા ઑટોમાં બેઠા હતા અને આ અનુભવ તેમના માટે યાદગાર રહ્યો.

ડ્રાઇવિંગનો શોખ, બજેટની મર્યાદા

જ્યારે સફૂરા સાથે વાતચીત થઈ ત્યારે તેણે ખુલાસો કર્યો કે તેને ડ્રાઇવિંગ ખૂબ પસંદ છે અને કાર, બાઈક કે ઑટો, બધું ચલાવી શકે છે. પરંતુ હાલ કાર ખરીદવાનું બજેટ નહોતું, તેથી તેણે ઑટો ખરીદી અને તે ચલાવવાનું શરૂ કર્યું. સફૂરા કહે છે કે આ કામ કરતી વખતે તેને ક્યારેય એવું લાગતું નથી કે, આજ સોમવાર છે અને મને ફરજ પર જવું છે. દરેક દિવસ તે ઉત્સાહ અને આનંદથી કામ કરે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ઘરમાંથી શું કહે છે, ત્યારે સફૂરાએ કહ્યું કે તેની માતા તેના પર પૂરો ભરોસો રાખે છે. હા, સુરક્ષા અંગે થોડું ધ્યાન રહે છે, પરંતુ તેઓ જાણે છે કે સફૂરા બહાદુર છે અને પરિસ્થિતિનો સામનો કરી શકે છે. આ વિશ્વાસ તેને વધુ મજબૂત બનાવે છે.

લોકોએ કરી પ્રશંસા

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @tamannapasha_official દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ ક્લિપને 9 લાખથી વધુ વ્યૂઝ, 92 હજારથી વધારે લાઇક્સ અને 1200થી વધુ કમેન્ટ્સ મળી છે. યુઝર્સે સફૂરાની પ્રશંસા કરતાં લખ્યું, તેમાં અદભૂત એનર્જી છે, ભગવાન તેને સુંદર જીવન આપે. આ જોઈને ગર્વ થાય છે, રોમાંચ થઈ ગયો. એક દિવસ હું પણ સફૂરાના ઑટોમાં મુસાફરી કરવા માંગું છું. ઘણાએ તેને રૂઢિવાદી માન્યતાઓ તોડવા બદલ સલામ પણ કર્યો.

વધુ વાંચો: અંકલે કહ્યું 'તારા પપ્પા મરી ગયા', પછી મમ્મી વાદળી ડ્રમ લાવી, માસૂમે કહ્યું ખૌફનાક, મુસ્કાનનો કિસ્સો તાજો

આ રીતે બૅંગલોરની સફૂરા આજે અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે, સાબિત કરે છે કે શોખને કારકિર્દીમાં બદલી શકાય છે, જો હિંમત અને વિશ્વાસ હોય તો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ViralVideo Bengaluru girldrivingrickshaw
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ