બ્રેકિંગ ન્યુઝ
VTV / Viral / Video: એસ્કેલેટરની રેલિંગ અને દીવાલ વચ્ચે છોકરાનું માથું એવું ફસાયું, કે વીડિયો જોનારા કંપી ઉઠ્યા
Last Updated: 02:27 PM, 22 July 2025
સોશિયલ મીડિયાના આ જમાનામાં એવા એવા વીડિયો રોજ લોકો પોસ્ટ કરે છે અને એમાંથી ઘણા ખાસ ધ્યાન ખેંચે અને વાયરલ થાય છે. ઘણા વીડિયો ખૂબ ડેન્જર્સ હોય છે અને ઘણા એવા કે તમે જોઈને હસી-હસીને બેવડ વળી જાવ. ક્યાંક કોઈ દેસી જુગાડનો વીડિયો હોય તો ક્યાંક જાનવર સાથે કુસ્તી કરતો વીડિયો . અમુક એવા વિડીયો હોય કે જે જોઈને દિવસ સુધરી જાય. ત્યારે આવા અવનવા વીડિયોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે ચીનનો હોવાનું સામે આવ્યું છે. ચીનના ચોંગકિંગમાં એક છોકરો એવી હરકત કરી રહ્યો હતો કે તેનું માથું ફસાઈ ગયું અને લોકોએ ઘણા પ્રયાસો કર્યા પછી તેને બહાર કાઢી શકાયું.
એસ્કેલેટરમાં ભરાયું માથું
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે 16 જુલાઈનો છે. ચીનના ચોંગકિંગમાં એક મોલમાં એક છોકરો શું હરકત કરી રહ્યો હતો તે ખબર નથી પણ તેનું માથું એસ્કેલેટર અને બાજુની દિવાલ વચ્ચે ફસાઈ ગયું હતું. આ જોતા જ એસ્કેલેટર પર પસાર થઇ રહેલા લોકો અને તેના મિત્રોએ ઘણી જહેમત કરીને તેનું માથું બહાર કાઢ્યું હતું. આ ઘટનાનો વીડિયો મોલમાં આવેલા એક વ્યક્તિએ લીધો હતો. આ વીડિયો livingchina નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગ્રીન કલરની ટીશર્ટ પહેરેલો એક છોકરાનું માથું એસ્કેલેટરની રેલિંગ અને દીવાલ વચ્ચે ફસાઈ ગયું છે અને લોકો તેને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે. જો કે સદનસીબે તેને વધુ ઈજા થિયા હોય તેવું વીડિયોમાં સામે આવ્યું નથી. અને આ ઘટના બાદ તેને ચેકઅપ માટે હોસ્પિટલ પણ લઇ જવાયો હતો.
ADVERTISEMENT
આ ઘટના સમયે ત્યાં હાજર લોકોમાંથી કોઈએ એસ્કેલેટરને તાત્કાલિક બંધ કર્યું અને તે છોકરાને ગંભીર ઈજા થતા બચાવ્યો હતો. આ ઘટના @livingchina એ તેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, "The explorer's childhood. hope he will be smarter in the future.."
ADVERTISEMENT
આ વીડિયો ઘણા લોકોએ જોયો છે અને તેના પર ફની કમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું છે કે " સૌથી પહેલી વાત તો એ છે કે તે વ્યક્તિ ત્યાં પહોચ્યો કેવી રીતે?", બીજા એક યુઝરે કહ્યું કે "ત્યાં ચેતવણીની સૈન હોવા છતાં પણ તેણે આ કર્યું?" આ સિવાય પણ અન્ય યુઝર્સે ફની મીમ્સ પોસ્ટ કરીને રિએકટ કર્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: સાધુનો ચાળો ન કરાય, પતલા બાપુ એકલા હાથે 10 પર ભારે પડ્યાં

ADVERTISEMENT
જો કે આવા અવનવા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર બીજો એક ફની વીડિયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ દારૂની બોટલ ઉપાડવા જતા દુકાનની લોખંડની ગ્રીલમાં ફસાઈ ગયો હતો. દુકાનમાં હાજર અન્ય ગ્રાહકોના ઘણા પ્રયાસો પછી માંડ તેને બહાર કાઢી શકાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.