ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / VIDEO: મહિલાને અચાનક શું થયું? બોર્ડ મીટિંગમાં કપડા ઉતારવા લાગી, વીડિયો વાયરલ

Viral / VIDEO: મહિલાને અચાનક શું થયું? બોર્ડ મીટિંગમાં કપડા ઉતારવા લાગી, વીડિયો વાયરલ

Published By: Nidhi Panchal

Last Updated: 06:43 PM, 2 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની એક સ્કૂલ બોર્ડ મીટિંગમાં અચાનક એવો કાંડ થયો કે સૌ કોઈ હેરાન થઈ ગયા. એક મહિલા બધાની સામે કપડાં ઉતારીને ફક્ત બિકીનીમાં ભાષણ આપવા લાગી.

ADVERTISEMENT

કેલિફોર્નિયામાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ ભારે વિવાદ ઉભો કર્યો છે. ડેવિસ જોઈન્ટ યુનિફાઇડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટની બોર્ડ મીટિંગ દરમિયાન એક મહિલા અચાનક પોતાના કપડાં ઉતારવા લાગી અને ફક્ત બિકીનીમાં રહીને ભાષણ આપ્યું. આ મહિલાનું નામ બેથ બોર્ન હોવાનું જાણવા મળ્યું છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, બેથ બોર્ન અગાઉ પણ આવા જ વિવાદાસ્પદ પગલાં લઈ ચૂકી છે.

us-2

આ ઘટના 18 સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે બેથ બોર્ન મીટિંગમાં હાજરી આપી રહી હતી. તે મોમ્સ ફોર લિબર્ટી નામની સંસ્થાની પ્રમુખ છે. તેણીએ જિલ્લાની એક નીતિના વિરોધમાં આ અનોખો વિરોધ કર્યો હતો. હકીકતમાં, તાજેતરમાં જિલ્લામાં એક નિયમ અમલમાં મુકાયો છે જેમાં ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓને તેમની પસંદગીના લોકર રૂમ અને વોશરૂમનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

app promo6

આ નીતિ સામે અવાજ ઉઠાવવા બેથ બોર્ને મીટિંગ દરમ્યાન કહ્યું, "હું ડેવિસ યુનિફાઇડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટમાં એક પેરેન્ટ છું અને હું અહીં અમારી જુનિયર હાઇ સ્કૂલોના લોકર રૂમ વિશે વાત કરવા આવી છું." તેણીએ ઉદાહરણ આપતા જણાવ્યું કે એમર્સન, હોમ્સ અને હાર્પર જુનિયર હાઇમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણના ક્લાસ માટે કપડાં બદલવા પડે છે. "હું ફક્ત તમને બતાવવા માગું છું કે છોકરીઓને કેવું લાગે છે જ્યારે તેઓ કપડાં ઉતારે છે," એમ કહીને તેણીએ પોતાના કપડાં ઉતારવા શરૂ કર્યા.

મીટિંગમાં હાજર સભ્યો અને લોકો અચંબિત રહી ગયા અને વાતાવરણ અસ્તવ્યસ્ત થઈ ગયું. બોર્ડના સભ્યોને મીટિંગ વચ્ચે જ મુલતવી રાખવી પડી. બેથ બોર્નનું કહેવું હતું કે તેણીએ આ રીતે વિરોધ કર્યો જેથી બતાવી શકાય કે હાલના નિયમો હેઠળ છોકરીઓ કેટલી અસુરક્ષિત અનુભવી શકે છે.

આ પણ વાંચો : VIDEO: ઓસ્ટ્રેલિયન મહિલાને લાગ્યું ગરબાનું ઘેલું, વીડિયો જોઈ તમે પણ ઝૂમી ઉઠશો

આ ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે. કેટલાક લોકો તેને "ધ્યાન ખેંચવાનો પ્રયાસ" ગણાવી રહ્યા છે તો કેટલાક માતા-પિતા આ પ્રકારના વિરોધને યોગ્ય ગણાવી રહ્યા છે. હાલ આ ઘટના અમેરિકા ભર ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

California Bikini Protest School Board

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ