ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:01 PM, 27 September 2025
ADVERTISEMENT
Garba Night: ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવરાત્રિની રંગત જામી છે. ગરબાના અવનવા સ્ટેપ તેમજ પરંપરાગત ગરબામાં માતાજીના આરાધના કરતા ખેલૈયાઓ જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વિદેશી મહિલાનો ગરબે ઘુમતો વીડિયો જોવા મળે છે.
ADVERTISEMENT
Viral Video: નવરાત્રિમાં ગરબાનો ઘણા વીડિયો જોવા મળે છે પરંતુ સોશિયલ મીડિયા પર એક નવરાત્રીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં 57 વર્ષીય મહિલા ગરબા કરતી જોવા મળી રહી છે. આ મહિલા ઓસ્ટ્રેલિયન છે. ઓસ્ટ્રેલિયન મહિલાએ ગરબા શીખવાની તેની પ્રેરણાદાયી કહાનીથી બધાના દિલ જીતી લીધા છે. આ પોસ્ટમાં કેટની ગરબા શીખવાથી લઈને ભારતમાં નવરાત્રી ઉજવવાના સ્વપ્ન સુધીની સફરને સુંદર રીતે દર્શાવી છે.
ADVERTISEMENT
આ વિડીયો વાયરલ
ADVERTISEMENT
આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર @officialhumansofbombay હેન્ડલ દ્વારા cate_dancing ને ટેગ કરીને શેર કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, "અમને એક પણ સ્ટેપ નતો આવડતો, અમે ઉભા રહીને લોકોના પગ જોતા હતા. પરંતુ છેલ્લી 20 મિનિટમાં જેવી હું સામેલ થઇ એવી જુમી ઉઠી.
ગરબાના વખાણ
ADVERTISEMENT
કેટ ઓસ્ટ્રેલિયામાં તેના ઘરે નવરાત્રિ ઉજવતી રહે છે. કેપ્શનમાં લખ્યું છે, "57 વર્ષની ઉંમરે પણ હું હજુ મધ્યરાત્રિ સુધી ગરબા રમું છું. તે હવે મારા માટે માત્ર એક નૃત્ય નથી; તે મને યાદ અપાવે છે કે આનંદની કોઈ સીમા નથી, કોઈ ઉંમર નથી, કોઈ પાસપોર્ટ નથી હોતો."

ADVERTISEMENT
આ પણ વાંચોઃ VIDEO: છોકરીને પહેલી વખત પીરિયડ્સ આવ્યા, પિતાએ કર્યું એવું કામ કે વીડિયો વાયરલ
યૂજર્સની પ્રતિક્રિયાઓ
ADVERTISEMENT
આ વિડિઓ 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. એક યુઝરે લખ્યું, "મને બહુ સારુ લાગ્યુ કે તેમણે ડ્રેસ કોડનું કેટલું સારી રીતે પાલન કર્યુ છે." બીજા યુઝરે લખ્યું, "આ અદ્ભુત અને પ્રેરણાદાયક છે!"
નોંધ: આ સમાચારમાંની માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર આધારિત છે. વીટીવી ગુજરાતી કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ