ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / VIDEO: રીલ બનાવતા યુવક નજીક ટ્રેન આવી ને થયું ભયાનક, વીડિયો જોઈને તમારો જીવ અધ્ધર થઈ જશે

વાયરલ / VIDEO: રીલ બનાવતા યુવક નજીક ટ્રેન આવી ને થયું ભયાનક, વીડિયો જોઈને તમારો જીવ અધ્ધર થઈ જશે

Published By: Vidhata Gothi

Last Updated: 01:45 PM, 27 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: પ્લેટફોર્મ પર એક યુવક રીલ બનાવી રહ્યો હતો, ત્યારે જ તેની પાછળથી ટ્રેન પસાર થઈ રહી હતી અને પછી અચાનક જ એવું બન્યું કે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જુઓ વીડિયોમાં પછી શું થયું...

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઇને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ રહી છે પણ સાથે જ લોકોને ખુશી પણ થઈ રહ્યો છે. આ વીડિયો એક રેલ્વે સ્ટેશનનો છે, જ્યાં એક ડાંસ રીલ બનાવતા યુવકે એક વૃદ્ધ વ્યક્તિનો જીવ બચાવ્યો. એમ તો રેલવે સ્ટેશન પર કે રેલવે ટ્રેકની પાસે રીલ ન બનાવવી જોઈએ. એ ખોટું છે, પરંતુ આ વખતે તે રીલને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો

વીડિયોમાં, દેખાઈ રહ્યું છે કે એક યુવક રેલવે પ્લેટફોર્મ પર ઊભો રહીને પોતાના મોબાઇલ ફોનથી રીલ બનાવી રહ્યો છે. તે મ્યુઝિક પર ડાંસ કરી રહ્યો હતો, ઠુમકા મારી રહ્યો હતો. તેની પાછળથી એક ટ્રેન પસાર થઈ રહી હતી, પરંતુ તે તેના શૂટિંગમાં સંપૂર્ણપણે મગ્ન હતો, ત્યારે જ કંઈક એવું અણધાર્યું બન્યું કે જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

ટ્રેનમાંથી ઉતરતા જ પડ્યા વૃદ્ધ વ્યક્તિ

તે જ ક્ષણે, પ્લેટફોર્મ પર એક વૃદ્ધ વ્યક્તિ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમના હાથમાં સામાન હતો અને ટ્રેન સંપૂર્ણપણે અટકી પણ ન હતી. નીચે ઉતરતા જ તેમણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને તેઓ પડવાના જ હતા કે ત્યારે જ એ છોકરો જે ડાંસ કરી રહ્યો હતો, જે ફર્યો અને ઝડપથી તેમની તરફ દોડ્યો. તેણે ઝડપથી વૃદ્ધ વ્યક્તિને પકડી લીધા અને પડે તે પહેલાં સંભાળી લીધા.

vtv app promotion

યુવકે બચાવ્યો જીવ

યુવકની ચપળતા અને સતર્કતાએ ત્યાં હાજર લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. કોઈને અપેક્ષા નહોતી કે જે છોકરો રીલ બનાવી રહ્યો હતો, એ જ આટલા સમયસર કોઈનો જીવ બચાવી લેશે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું કે કે યુવક વૃદ્ધ વ્યક્તિને પોતાના હાથથી પકડીને તેમને ફરીથી ઉભા કરી નાખે છે. વૃદ્ધ વ્યક્તિ પણ ગભરાયેલા દેખાઈ રહ્યા છે પરંતુ થોડી જ ક્ષણોમાં વધુ ઠીક થઈ જાય છે. આ સમગ્ર ઘટના એ કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ, જેનાથી તે છોકરો રીલ બનાવી રહ્યો હતો. પછીથી જયારે આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો, ત્યારે તે ઝડપથી વાયરલ થઈ ગયો. હજારો લોકોએ આ વીડિયો જોયો અને શેર કર્યો. બધાએ યુવકની સમજણ અને માનવતાની પ્રશંસા કરી.

આ પણ વાંચો: ભિખારી પાસેથી મળ્યા અધધધ રુપિયા, રોકડા અને સિક્કા જોઈને તમારુ મગજ ચકરાવે ચડી જશે

યુઝર્સે કોમેન્ટમાં આપ્યા રિએક્શન

યુઝર્સે કોમેન્ટમાં લખ્યું - આ છોકરો અસલી હીરો છે, જેણે સમયસર એક વૃદ્ધનો જીવ બચાવ્યો. કેટલાકે એવી પણ કોમેન્ટ કરી કે પ્લેટફોર્મ અથવા ટ્રેક પાસે મોબાઇલથી વીડિયો બનાવવા ખતરનાક હોઈ શકે છે અને આ ઘટના દરેક માટે એક પાઠ છે કે થોડી પણ બેદરકારીથી મોટી ઘટના બની શકે છે. ઘણા લોકોએ કહ્યું કે જો છોકરો ત્યાં ન હોત, તો કોઈ મોટી દુર્ઘટના થઈ શકી હોત.

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે. VTV ડિજિટલ કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viral Video Boy Dancing on Platform Boy making Dancing Reel

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ