ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / ભિખારી પાસેથી મળ્યા અધધધ રુપિયા, રોકડા અને સિક્કા જોઈને તમારુ મગજ ચકરાવે ચડી જશે

લ્યો બોલો / ભિખારી પાસેથી મળ્યા અધધધ રુપિયા, રોકડા અને સિક્કા જોઈને તમારુ મગજ ચકરાવે ચડી જશે

Published By: Pravin Joshi

Last Updated: 08:59 PM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના રુદ્રપુરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક માનસિક રીતે બીમાર મહિલા છેલ્લા 12 વર્ષથી ઘરની બહાર ભીખ માંગી રહી હતી. જ્યારે લોકોએ તેની બેગ ખોલી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

ADVERTISEMENT

ઉત્તરાખંડના રુદ્રપુર શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને લોકોના હોશ ઉડી ગયા. છેલ્લા 12 વર્ષથી એક ઘર સામે ભીખ માંગતી એક માનસિક રીતે અસ્થિર મહિલાના થેલામાંથી લાખો રૂપિયાનું રોકડ અને સિક્કા ભરેલા બંડલ મળી આવ્યા હતા. પઠાણપુરા વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ મહિલા વર્ષોથી એ જ જગ્યાએ બેસીને ભીખ માંગતી હતી. થોડા દિવસ પહેલાં જ્યારે કેટલાક લોકોએ તેને બીજે લઈ જવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેના બે મોટા થેલા ખૂબ જ ભારે લાગ્યા. લોકોની ઉત્સુકતાથી જ્યારે થેલા ખોલવામાં આવ્યા, ત્યારે અંદરથી 10, 20, 50 અને 500 રૂપિયાના નોટોના બંડલ સાથે સિક્કાં ભરેલા પોટલા મળી આવ્યા.

ગણતરીમાં આખો દિવસ લાગી ગયો

લોકોએ તરત જ પોલીસને જાણ કરી. સવારે શરૂ થયેલી નોટો અને સિક્કાંની ગણતરી સાંજ સુધી ચાલતી રહી. અત્યાર સુધીમાં એક લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે, જ્યારે હજી અનેક થેલામાં નોટો અને સિક્કાં બાકી છે. અનુમાન છે કે કુલ રકમ કેટલાક લાખો રૂપિયામાં પહોંચી શકે છે.પોલીસે સ્થળ પર પહોંચી તમામ રોકડ રકમ કબજે લીધી અને સુરક્ષા વધારી હતી. અધિકારીઓએ જણાવ્યું કે મહિલાની માનસિક સ્થિતિ અસ્થિર હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હવે પોલીસે તપાસ શરૂ કરી છે કે આટલી મોટી રકમ તેણીએ ક્યાંથી અને કેવી રીતે એકઠી કરી.

આ પણ વાંચોઃ 2027ના વર્લ્ડ કપમાં કેપ્ટન પાક્કો! લાંબા સમય બાદ રોહિત શર્મા ફોર્મમાં, ફટકારી દીધી શાનદાર સદી

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. X પર આ વીડિયો @askbhupi નામના એકાઉન્ટ દ્વારા શેર કરાયો હતો, જેને હજારો લોકોએ જોયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UttarakhandNews Beggar Woman ViralVideo

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ