ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / 2027ના વર્લ્ડ કપમાં કેપ્ટન પાક્કો! લાંબા સમય બાદ રોહિત શર્મા ફોર્મમાં, ફટકારી દીધી શાનદાર સદી

સિડની વનડે / 2027ના વર્લ્ડ કપમાં કેપ્ટન પાક્કો! લાંબા સમય બાદ રોહિત શર્મા ફોર્મમાં, ફટકારી દીધી શાનદાર સદી

Published By: Hiralal Parmar

Last Updated: 03:28 PM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ અને ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર રોહિત શર્માએ એક મોટું કારનામું કરી નાખતાં ચાહકો ગેલમાં આવ્યાં હતા.

ADVERTISEMENT

ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને હિટમેન તરીકે જાણીતો રોહિત શર્મા ઘણા સમય બાદ ફૂલ ફોર્મમાં આવ્યો છે. રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. રોહિતે 105 બોલમાં 100 રન પૂરા કરી લેતાં ચાહકો ગેલમાં આવ્યા હતા અને રોહિતની સદીની શાનદાર ઉજવણી કરી હતી. આ રોહિતની વનડે કરિયરની 33મી સદી છે.

રોહિતે વનડેમાં કરી વાપસી

વનડે ક્રિકેટમાં તેણે 244 દિવસ બાદ ઓસ્ટ્રેલિયા સામેની પર્થમાં રમાયેલી પ્રથમ મેચમાં વાપસી કરી હતી. પરંતુ આ મેચમાં તેનો દેખાવ કંગાળ રહ્યો હતો. જો કે એડિલેડમાં બીજી મેચમાં તેણે ધીમી શરૂઆત બાદ વાપસી કરતાં ફિફ્ટી ફટકારી હતી. આ મેચમાં 97 બોલમાં 73 રનની મદદથી તેણે ઇતિહાસ પણ રચ્યો હતો અને સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિત વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. આ સાથે તેણે ગાંગુલીના 11221 રનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ યાદીમાં પ્રથમ અને બીજા ક્રમે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી છે.

વધુ વાંચો : ક્રિકેટ જગતમાં હડકંપ, ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરોની થઈ સરેઆમ છેડતી, હોટલ બહાર શું બન્યું?

2027ના વર્લ્ડ કપમાં કેપ્ટન પાક્કો

રોહિતે શાનદાર સદી ફટકાર્યાં બાદ તરત ક્રિકેટ જગતમાં પણ તેની પ્રસંશા થઈ હતી અને ચર્ચા પણ ચાલી કે રોહિતને હવે 2027ના વનડે વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરવાની તક મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ind aus odi rohit sharma

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ