બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ક્રિકેટ જગતમાં હડકંપ, ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરોની થઈ સરેઆમ છેડતી, હોટલ બહાર શું બન્યું?
Last Updated: 01:24 PM, 25 October 2025
ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરોની એક ગંભીર સુરક્ષા ચૂકનો મામલો સામે આવ્યો છે. એમપીના ઈન્દોરમાં બે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો પર બાઇક પર સવાર એક યુવક દ્વારા કથિત રીતે છેડતી કરવામાં આવી હતી. આ ઘટના ઇન્દોરમાં હોટેલ રેડિસન બ્લુ નજીક બની હતી. મહિલા ક્રિકેટરો હોટેલ રેડિસન બ્લુથી એક કાફે તરફ ચાલી રહી હતી ત્યારે બાઇક પર આવેલા બે યુવાનોએ તેમને હેરાન કરવાનું શરૂ કર્યું.
ADVERTISEMENT
હોટલ બહાર શું બન્યું
બે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો હોટેલ રેડિસન બ્લુથી નેહરુગઢના એક કાફેમાં જઈ રહી હતી. હોટલથી લગભગ 500 મીટર દૂર, ખજુરાના રોડ પર, એક યુવક તેમની કારને ઓવરટેક કરીને રોકાઈ ગયો. બાઇક પર સવાર વ્યક્તિએ બંને ખેલાડીઓને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. બંને મહિલા ખેલાડીઓ ગભરાઈ ગઈ અને તરત જ તેમની ટીમના સુરક્ષા અધિકારી ડેની સિમન્સને ફોન કરીને મદદ માંગી. સિમન્સને ખેલાડીઓને તેમનું લાઇવ લોકેશન અને SOS એલર્ટ મોકલવા સૂચના આપી. સંદેશમાં લખ્યું હતું કે, "એક માણસ બાઇક પર અમારો પીછો કરી રહ્યો છે અને અમને પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે." SOS સંદેશ મળતાં જ સુરક્ષા અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. અધિકારીઓએ બાઇક પર સવાર યુવાનની ધરપકડ કરી છે. ઘટના બાદ, હોટેલ અને કાફેની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ADVERTISEMENT
છેડતી થતાં મહિલા ક્રિકેટરોએ શું કર્યું
મહિલા ક્રિકેટરોએ ઉત્પીડન પછી તરત જ SOS સૂચના મોકલી. માહિતી મળતાં જ સુરક્ષા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. સુરક્ષા અધિકારી ડેની સિમન્સની ફરિયાદના આધારે, MIG પોલીસે FIR નોંધી અને આરોપી અકીલની ધરપકડ કરી.
ADVERTISEMENT
મહિલા વર્લ્ડ કપનો હિસ્સો રહી છે બન્ને ક્રિકેટરો
ADVERTISEMENT
ICC મહિલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમનો ભાગ રહેલી આ ખેલાડીઓ તેમની ટીમના બાકીના ખેલાડીઓ સાથે રેડિસન બ્લુ હોટેલમાં રોકાઈ રહી હતી.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.