બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અધર્મનો ધંધો! મુરારી બાબુ સોનાની દાણચોરીમાં ઝડપાયા, મંદિરને નામે કરોડોના સાગથી બાંધ્યું વૈભવી ઘર
Last Updated: 12:24 PM, 25 October 2025
આ દેશમાં અધર્મનો ધંધો બહુ ચાલી રહ્યો છે. ભારતના જાણીતા અને મોટા મંદિરના એક બાબુુએ મંદિરનું કરોડોનું કરી નાખ્યું અને મંદિરના પૈસાથી પોતાના માટે એક આલિશાન ઘર બાંધ્યું હતું. આ બાબુુએ મંદિરમાં ચઢેલી સોનાની પરતો ઉખેડી લીધી અને તેની દાણચોરી કરી નાખી. આ મામલો સામે આવતાં દેશમાં હડકંપ મચ્યો છે.
ADVERTISEMENT
સબરીમાલા મંદિરના સોનાનો વિવાદ ચગ્યો
કેરળમાં આવેલા વિશ્વ વિખ્યાત સબરીમાલા મંદિરના સોનાનો વિવાદ ચગ્યો છે અને હવે તેમાં મુરારી બાબુુનું નામ ઉછળતાં હડકંપ મચ્યો છે. પોલીસે તાબડતોબ બાબુુની ધરપકડ કરી લીધી છે. સબરીમાલા સોનાની ચોરીમાં ધરપકડ કરાયેલ મુરારી બાબુએ પેરુન્નામાં કરોડો ખર્ચ કરીને બનાવેલા પોતાના ઘર માટે સાગનું લાકડું ખરીદ્યું હતું અને મંદિર કમિટીને ગેરમાર્ગે દોરી હતી.
ADVERTISEMENT
મુરારી બાબુએ બે માળનું ઘર બનાવ્યું
મુરારી બાબુુએ કેરળના કોટ્ટાયમ નટ્ટાસેરીમાં વન વિભાગના લાકડાના ડેપોનો સંપર્ક કરીને કહ્યું કે તિરુનાક્કારા અને એટ્ટુમાનૂર મંદિરો અને દેવસ્વોમ ગેસ્ટ હાઉસના નિર્માણ માટે સાગના લાકડાની જરૂર છે. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે ત્યાં લાકડાનો કોઈ સ્ટોક નથી, ત્યારે મુરારી બાબુએ તેમને અન્ય કોઈ ડેપોમાંથી તેની વ્યવસ્થા કરવાનું પણ કહ્યું હતું. આ ઘર પાછળ તેમણે મંદિરના 2 કરોડ ફૂંકી નાખ્યાં હતા. લાકડાના બાંધકામો સહિત ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
તપાસ ટીમને મળી સોનાની દાણચોરી
આ કેસની તપાસ કરી રહેલી ટીમને સોનાની દાણચોરી મળી આવી છે અને ઘર તે જ સમયે બનાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
શું હતો વિવાદ
ADVERTISEMENT
કેરળના પ્રખ્યાત હિન્દુ મંદિર સબરીમાલામાંથી સોનાની પરતોની ચોરી થઈ હતી. મુખ્ય આરોપી તરીકે મુરારી બાબુુનું નામ સામે આવ્યું છે. સોનાની ચોરીના કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. સોનાની ચોરીના કેસની તપાસ કરી રહેલી ટીમે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે મંદિરની દ્વારપાલક મૂર્તિઓમાંથી લગભગ બે કિલોગ્રામ સોનું ઉચાપત કરવામાં આવ્યું હતું. SIT એ પોતાના રિમાન્ડ રિપોર્ટમાં કહ્યું છે કે આરોપી ઉન્નીકૃષ્ણન પોટ્ટીએ 2019 માં દ્વારપાલક (રક્ષક દેવતા) ની મૂર્તિઓમાંથી લગભગ બે કિલોગ્રામ સોનું ચોરી લીધું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.