બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / 'શામ હો ગઇ ભાઇ, કહાં હો', અને કર્મચારીએ બોસને જે જવાબ આપ્યો, કમેન્ટનો વરસાદ શરૂ

વાયરલ / 'શામ હો ગઇ ભાઇ, કહાં હો', અને કર્મચારીએ બોસને જે જવાબ આપ્યો, કમેન્ટનો વરસાદ શરૂ

Nidhi Panchal

Last Updated: 12:10 PM, 30 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સામાન્ય ઓફિસ ચેટ હવે ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગઈ છે. એક ટેક કર્મચારીની હિંમત અને આત્મસન્માન જાળવવાની કહાની લાખો લોકો માટે પ્રેરણા બની ગઈ છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ચેટ વાયરલ થઈ છે જેમાં એક ટેક કર્મચારી અને તેના બોસ વચ્ચેનો સંવાદ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ ચેટમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક કર્મચારી ગુસ્સામાં આવી જાય છે અને પોતાનું મૌન તોડીને પોતાના આત્મસન્માનને સૌથી ઉપર રાખે છે. ચેટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે Twitter) પર @ashutosh_0_7 નામના હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટને અત્યાર સુધીમાં 2.5 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને હજારો લોકો તેમાં કોમેન્ટ કરીને પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે.

work-load

આ ચેટ આશુતોષ નૌટિયાલ નામના યુઝરે પોસ્ટ કરી હતી. ચેટની શરૂઆતમાં મેનેજર પોતાના કર્મચારી પાસે માફી માંગે છે. તે કહે છે કે, “ગઈકાલે જે બન્યું તેને દિલ પર ન લો, હું સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો છું.” તે કર્મચારીને પોતાના સમર્થનની ખાતરી પણ આપે છે. પરંતુ, કર્મચારી કોઈ જવાબ આપતો નથી. થોડા સમય પછી, મેનેજર તેની સાથે વોટ્સએપ વિડિઓ કોલ કરવાનો પ્રયાસ કરે છે, પણ કર્મચારી કોલ રિસીવ કરતો નથી.

મેનેજર ફરી મેસેજ કરે

કેટલાક કલાકો પછી, બપોરે લગભગ 4:30 વાગ્યે મેનેજર ફરી મેસેજ કરે છે, “ભાઈ, તમે ક્યાં છો? સાંજ થઈ ગઈ છે.” ત્યાર પછી કર્મચારીનો જવાબ બધાને ચોંકાવનારો હતો. કર્મચારીએ શાંત પરંતુ દૃઢ શબ્દોમાં લખ્યું, “મારું કામ પૂરું થઈ ગયું છે સાહેબ, હું તમને મારો રાજીનામું ઇમેઇલ મોકલી રહ્યો છું. હું અહીં આગળ નહીં રહી શકું.”

vtv app promotion

આ વાંચીને મેનેજર ગભરાઈ જાય છે અને તરત જ લખે છે, “શું આપણે વાત કરી શકીએ?” પણ કર્મચારીનો જવાબ વધુ કડક હતો — “ના, હું મારે નથી કરવી વાત.” આ ચેટને વધુ સારું બનાવતા આશુતોષ નૌટિયાલે ગીત “સ્કાયફોલ” સાથે પોસ્ટ શેર કરી — “આ અંત છે... શ્વાસ રોકો અને 10 સુધી ગણો.” આ ગીતની લાઇન સાથે પોસ્ટ વધુ લોકોને ખૂબ ગમી.

આ પણ વાંચો : VIDEO : ટ્રેનમાં બની ભયાનક ઘટના, મહિલાએ ગુસ્સા સાથે બારીનો કાચ તોડી નાખ્યો

વપરાશકર્તાઓ આશુતોષની હિંમત અને આત્મસન્માનની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “પૈસા બધું નથી! આત્મસન્માનને કોઈપણ માટે વેચવું ન જોઈએ.” ઘણા લોકો કર્મચારીને સમર્થન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે “કામ જરૂરી છે, પરંતુ માન સૌથી અગત્યનું છે.”

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

boss viral chat tech employee
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ