ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:47 PM, 13 October 2025
ADVERTISEMENT
Viral News: આપણે શહેરમાં કોઇ જગ્યાએ જવું હોય અને આપણી પાસે વ્હિકલ ના હોય તો આપણે કેબ સર્વિસનો ઉપયોગ કરતા હોઇએ છીએ અને તેના દ્વારા આપણે સ્થળ પર પહોચીએ છીએ. સોશિયલ મિડિયા પર કેબ ડ્રાઇવરની હરકતનો સ્કીન શોર્ટ વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
ક્યારેક કેબ સર્વિસ લીધા પછી છોકરીઓ સાથે એવું થાય છે કે જે ક્યારેય આપણે વિચાર્યુ પણ નથી હોતુ. એક છોકરી સાથે એવું ખરાબ થયુ કે તેણે રેડિટ પર લોકોને જણાવ્યુ. વાયરલ પોસ્ટમાં શું કહ્યુ આવો જાણીએ.
વાયરલ પોસ્ટ અહીં જુઓ
ADVERTISEMENT

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો ફક્ત રમુજી વિડિઓ અને ફોટા જ પોસ્ટ કરતા નથી, પરંતુ તેમના વિચારો અને અનુભવો પણ શેર કરે છે જે અન્ય લોકોને આશ્ચર્યચકિત કરે છે. લોકો સોશિયલ મીડિયા પર વિવિધ અનુભવો પણ શેર કરે છે. આવી જ એક ઘટના વાયરલ પોસ્ટમાં જોવા મળી હતી.
ADVERTISEMENT
છોકરીએ સ્ક્રીનશોટ શેર કર્યો
હાલમાં વાયરલ થઈ રહેલા સ્ક્રીનશોટમાં અજાણ્યા નંબર પરથી "Hii" મેસેજ આવે છે. "?" નો છોકરી રિપ્લાય કરે છે તો સામેથી દોસ્તી કરવા માટે પુછવામાં આવે છે. પછી છોકરી પૂછે છે કે તે કોણ છે, તો સામેથી મેસેજ આવે છે માફ કરશો, તમે મને ગમીગયા એટલે મેસેજ કર્યો છે. પછી તે કહે છે કે સવારે છોકરી સાથે મુલાકાત થતા તે ગમી ગઇ હતી. પછી છોકરી પૂછે છે કે કોલેજમાં મળ્યા હતા, જેનો જવાબ તે આપે છે, "હા." પછી તે કહે છે તેણે છોકરીને ડ્રોપ કરી હતી. તે ડ્રાઇવર નથી પણ ટૂર અને ટ્રાવેલ કંપનીનો માલિક છે. પછી છોકરી તેને બ્લોક કરે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ કામના સમાચાર / PF વ્યાજદરને લઇ મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ ખાસ વાંચી લે
ADVERTISEMENT
તમને જણાવીએ કે આ પોસ્ટ રેડિટ પર છોકરીના મિત્ર દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી, પોસ્ટમાં આપેલી માહિતીમાં લખ્યુ છે, "તો, મારી મિત્ર બીજા કોઈ દિવસની જેમ ઉબર કેબમાં કોલેજ આવી રહી હતી, અને ઉબર ડ્રાઇવરે તેનો નંબર મળી ગયો અને તેને મેસેજ કર્યો. તમને જણાવી દઉ મારી દોસ્ત માઇનર છે."
(નોંધ: આ સમાચારમાં આપેલી માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર આધારિત છે. વીટીવી ગુજરાતી કોઈપણ દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ