ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Vinod Kumar Bronze Medal on Hold in Tokyo Paralympic

નિરાશાજનક / BIG NEWS : ટૉક્યો પેરાલિમ્પિકમાં ભારતનો એક મેડલ ઓછો થયો, વિનોદકુમારને નહીં મળે બ્રૉન્ઝ મેડલ

Published By: vtvAdmin

Last Updated: 03:58 PM, 30 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટૉક્યો પૅરાલિમ્પિકમાં ભારત માટે ખરાબ સમાચાર આવી રહ્યાં છે. ડિસ્કસ થ્રોમાં વિનોદકુમારે જે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો તે હવે નહીં મળે.

ADVERTISEMENT

ભારતને ટૉક્યો પેરાલિમ્પિકમાં મોટો ઝટકો મળ્યો છે. ડિસ્કસ થ્રોમાં વિનોદકુમારને મળેલો બ્રૉન્ઝ મેડલ હોલ્ડ પર મૂકી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે આમ બનવા પાછળનું કારણ તેમની એન્ટ્રીને લઈને વિરોધ હોવાનું જણાવાઈ રહ્યું છે. 

ટૉક્યો પેરાલિમ્પિકમાં હવે એ નિર્ણય લેવાયો છે કે વિનોદકુમારનો બ્રોન્ઝ મેડલ હાલ પૂરતો હોલ્ડ પર મૂકી દેવામાં આવશે અને તેમને આ મેડલ નહીં મળે. ટૉક્યો પેરાલિમ્પિકના ટેકનોલોજી પ્રતિનિધિએ એ નક્કી કર્યુ છે કે વિનોદ કુમાર ડિસ્કસ થ્રો (F52 ક્લાસ) માટે શ્રેણીમાં ફીટ નથી બેસતા. 

ઉલ્લેખનીય છે કે રવિવારે વિનોદકુમારે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. પરંતુ તેમના ક્લાસિફિકેશન પર વિરોધ જતાવાયો છે. જેના બાદ મેડલને રોકી દેવામાં આવ્યો છે. BSFના 41 વર્ષના જવાન વિનોદ કુમારે 19.91 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રોથી ત્રીજું સ્થાન મેળવ્યું હતું. જ્યારે પોલેન્ડના પિયોટ્ર કોસેવિઝ (20.02 મીટર) અને ક્રોએશિયાના વેલિમીર સૅન્ડોર (19.98 મીટર)ને ક્રમશઃ ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યાં હતાં.

કોણ લઈ શકે છે ભાગ?

F52 સ્પર્ધામાં એ એથ્લીટ ભાગ લઈ શકે છે જેમની માંસપેશિયની ક્ષમતા નબળી હોય અને તેમના મૂવમેન્ટ્સ સીમિત રહેતા હોય. હાથોમાં વિકાર હોય અથવા તો પગની લંબાઈમાં અંતર હોય છે. જેનાથી ખેલાડીઓ બેસીને પ્રતિસ્પર્ધામાં ભાગ લેતા હોય છે. કરોડરજ્જુમાં ઈજા કે એવા ખેલાડી જેમનું અંગ કપાયેલું હોય તેવા લોકો પણ આ વર્ગમાં ભાગ લઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Tokyo paralympic

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ