બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:48 PM, 3 September 2023
ADVERTISEMENT
vijay varma reaction: બોલિવૂડમાં સ્ટાર્સ અવારનવાર પ્રેમ, અફેર અને રિલેશનશીપના સમાચાર છુપાવતા હોય છે. પરંતુ વિજય વર્મા એવા કલાકારોમાંથી એક છે જે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. છેલ્લા ઘણા સમયથી વિજય વર્મા અને તમન્ના ભાટિયા વચ્ચેના અફેરના અહેવાલો આવી રહ્યા છે. OTT ફિલ્મ લસ્ટ સ્ટોરીઝ 2 માં તમન્ના અને વિજયની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી હતી. વિજય વર્મા અને તમન્ના ભાટિયાએ લસ્ટ સ્ટોરીઝ 2 ના પ્રમોશન દરમિયાન પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

ADVERTISEMENT
જો કે છેલ્લા કેટલાક દિવસોથી તમન્ના અને વિજય એકબીજાને સારા મિત્રો કહી રહ્યા છે. પરંતુ તેમનો પ્રેમ છૂપાયો નથી. તમન્ના અને વિજયની ચર્ચા હંમેશા ચાલ્યા કરે છે. હવે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જ્યારે વિજય વર્માને પૂછવામાં આવ્યું કે, તમે તમારા સંબંધોને કેમ છુપાવવા લાગ્યા છો. શું તમે પણ અન્ય કલાકારોની જેમ માત્ર એક સારા મિત્ર કહેવાના માર્ગને અનુસરી રહ્યા છો? તેના જવાબમાં વિજય વર્માએ કહ્યું, 'મને મુગલ-એ-આઝમનું ગીત 'જબ પ્યાર કિયા તો ડરના ક્યા' ખૂબ જ પસંદ છે.'
OTT સુપરસ્ટાર છે વિજય વર્મા
ઉલ્લેખનીય છે કે, વિજય વર્મા OTT ના સુપરસ્ટાર બની ગયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આલિયા ભટ્ટ સાથે ફિલ્મ 'ડાર્લિંગ'માં નેગેટિવ રોલ નિભાવનાર વિજય વર્માની ઈમેજ નેગેટિવ ભૂમિકા ભજવતા અભિનેતાની બની ગયો છે. આ પછી દહાડ અને પછી લસ્ટ સ્ટોરીઝ 2માં વિજયનો નેગેટિવ રોલ છે, પરંતુ હવે તે તેમાંથી બહાર નીકળીને વિવિધ પ્રકારના રોલ કરવા માંગે છે.
ADVERTISEMENT

કરીના સાથે જાને જાનમાં જોવા મળશે
વિજય વર્મા ટૂંક સમયમાં તેની ઓટીટી ડેબ્યુ ફિલ્મ 'જાને જાન'માં કરીના કપૂર સાથે જોવા મળશે. ટીઝર જોઈને અનુમાન લગાવી શકાય છે કે, વિજય પોલીસકર્મીનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મમાં કરીના કપૂર ઉપરાંત જયદીપ અહલાવત પણ મહત્વના રોલમાં છે. જાને જાનનું ટ્રેલર 5 સપ્ટેમ્બરે આવી શકે છે. જાને જાન નેટફ્લિક્સ પર 21 સપ્ટેમ્બરે OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT