બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / VIDEO: Women are not paying ticket money in Karnataka... Told the conductor if Congress has announced...

..તો મફતની જાહેરાત કેમ કરી / VIDEO: કર્ણાટકમાં ટિકિટના પૈસા નથી આપી રહી મહિલાઓ... કંડક્ટરને કહ્યું કોંગ્રેસે એલાન કર્યું છે તો...

Pravin Joshi

Last Updated: 02:24 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાંથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા બસ કંડક્ટર સાથે દલીલ કરતી જોવા મળી રહી છે. મહિલા કન્નડ ભાષામાં કહી રહી છે કે જ્યારે ટિકિટના પૈસા ચૂકવવા પડે છે તો મફતની જાહેરાત કેમ કરવામાં આવી. શું તેઓ બધા પાગલ છે?

  • કર્ણાટકની મહિલાની બસ કંડક્ટર સાથે મફત બસમાં સવારી કરવા બાબતે દલીલ 
  • કોંગ્રેસે ચૂંટણી પહેલા મહિલાઓ માટે મફત બસ મુસાફરીનું વચન આપ્યું હતું
  • મહિલાએ કહ્યું કે જ્યારે પૈસા આપવાના હતા તો મફતની જાહેરાત કેમ કરવામાં આવી

કર્ણાટકમાં કોંગ્રેસની નવી સરકાર બની છે. સિદ્ધારમૈયાએ સીએમ અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. કેબિનેટની પ્રથમ બેઠક પણ થઈ છે. આ દરમિયાન કર્ણાટકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં એક મહિલા બસ કંડક્ટરને કન્નડ ભાષામાં કંઈક કહી રહી છે, જેના પર લોકો હસી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સનો દાવો છે કે મહિલા બસ કંડક્ટર સાથે કન્નડ ભાષામાં દલીલ કરી રહી છે કે તે ટિકિટ નહીં ખરીદે. મહિલા કહી રહી છે કે, અમારે પૈસા આપવાના હોય તો મફતની જાહેરાત કેમ કરી, શું તે પાગલ છે?

કોંગ્રેસે મહિલાઓને મફત બસ મુસાફરીનું વચન આપ્યું હતું

જ્યારે મહિલા આ કહે છે ત્યારે બસમાં હાજર અન્ય મુસાફરો હસી પડે છે. 17 સેકન્ડનો આ વીડિયો ઘણી વખત જોવામાં આવ્યો છે. કર્ણાટક ચૂંટણી પહેલા કોંગ્રેસે તેના ઢંઢેરામાં કહ્યું હતું કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે તો સમગ્ર રાજ્યમાં મહિલાઓનું ભાડું મફત હશે. તેમને તેમની મુસાફરી માટે પૈસા ખર્ચવાની જરૂર રહેશે નહીં. ત્યારે એક મહિલાએ ટિકિટના પૈસા આપવા બાબતે કંડક્ટર સાથે દલિલ કરતી જોવા મળી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ